For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી

બીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

માલેઃ પીએમ મોદી પોતાના બીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા અંતર્ગત શનિવારે માલદીવની રાજધાની માલે પહોંચી ગયા છે. અહીં માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેમની આગેવાની કરી. માલદીવ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માલેના રિપબ્લિક સ્ક્વેરમાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું અને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પણ હાજર રહ્યા.

મોદી માલદિવ પહોંચ્યા

મોદી માલદિવ પહોંચ્યા

જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પીએમ મોદીને માલદીવનો સર્વોચ્ચ અવોર્ડ નિશાન ઈજ્જુદ્દીન આપવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત પીએમ મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરશે. બીજીવાર દેશની સત્તા સંભાળ્યા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચેલ પીએમ મોદીની આ યાત્રાને ભારતના પાડોશી દેશોના મહત્વ અને 'નેબરહુડ ફર્સ્ટ' પહેલની નીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

સંસદને સંબોધિત કરશે

પીએમ મોદીની આ યાત્રાથી ભારતની SAGAR (સિક્યૉરિટી એન્ડ ગ્રોથ ફૉર ઑલ ઈન ધી રિઝન) ડૉટ્રીનનો પતો લાગે છે.પીએમ મોદીની યાત્રા દરમિયાન માલદીવના વિકાસ અને તેમની અર્થ વ્યવસ્થાને મજબૂતી આપવા માટે કેટલીય સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની ઉમ્મીદ છે. આ સમજૂતીમાં માલદીવના વિકાસ પરિયોજનાઓને નાણાકીય સહાયતા આપવા, જળ પરિયોજનાઓને લોન ઉપલબ્ધ કરાવવા જેવી કેટલીય મહત્વની સમજૂતી સામેલ છે. પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ સંયુક્ત રૂપથી બે રક્ષા સંબંધી પરિયોજનાઓનો શુભારંભ કરશે. જેમાં તટીય દેખરેખ રડાર સિસ્ટમ અને માલદીવના સુરક્ષા બળો માટે સંયુક્ત અભ્યાસ કેન્દ્રનું ઉદ્ઘાટન સામેલ છે.

પહેલા કાર્યકાળમાં 10 દેશની સંસદને સંબોધી

જણાવી દઈએ કે પીએમ મોદી માલદીવની પોતાની યાત્રા દરમિયાન અહીંની સંસદને સંબોધિત કરશે. માલદીવની સસદ પીપુલ્સ મજલિસે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પાસ કરી પીએમ મોદીને સદનને સંબોધિત કરવાની અનુમતિ આપી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા કાર્યકાળમાં પીએમ મોદીએ 10 દેશોની સંસદને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ ભૂતાનના સંયુક્ત સત્ર, નેપાળની સંસદ, ઓસ્ટ્રેલિયાની સંસદ, ફિઝીની સંસદને, મૉરીશિયસની નેશનલ એસેમ્બલીને, મંગોલિયાની સંસદને, અફઘાનિસ્તાની પાર્લામેન્ટને, અમેરિકાની કોંગ્રેસને અને યુગાંડાની સંસદને સંબોધિત કરી હતી.

કેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છેકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે

English summary
pm modi on his first foreign visit after a sworne oath, modi arrived maldiv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X