For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ નેપાળી યુવકને 16 વર્ષ બાદ તેના પરિવાર સાથે ભેંટો કરાવ્યો

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 3 ઓગસ્ટ: નેપાળની રાજધાની કાઠમાંઠૂના એ હોટેલનો નજારો રવિવારે કોઇ હિન્દી ફિલ્મના દ્રશ્ય જેવી સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોકાયા છે. અત્રે બધું જ હકિકતમાં બની રહ્યું હતું. મોદી દ્વારા એક નેપાળી યુવક જેને તેઓ પોતાના ધર્મનો પુત્ર માને છે તેને તેના પરિવારથી 16 વર્ષ બાદ ભેંટો કરવતા અત્રે ઉપસ્થિત લોકો માટે ભાવુક ક્ષણ હતી. નેપાળી યુવક 26 વર્ષીય જીત બહાદુર 16 વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મળ્યો અને તેમાં મોદીની મહત્વની ભૂમિકા રહી.

નેપાળના બે દિવસીય પ્રવાસ પર કાઠમાંડૂ પહોંચવાના તુરંત બાદ મોદીએ બહાદુરને તેની માતા ખાસીગારા તથા ભાઇ દશરથ સારુમગાર અને નાની બહેન સાથે ભેંટો કરાવ્યો. આ પ્રસંગે દશરથની પત્ની અને બાળકો પણ હાજર હતા. આ દરમિયાન મોદીએ બહાદૂરની માતાને પૂછ્યૂ, 'હવે આપ કેટલા ખુશ છો? આપને આપનો ખોવાયેલ પુત્ર વર્ષો બાદ મળ્યો છે તો આપે ખુશ થવું જોઇએ.'

godson
બહાદુરની માતાએ મોદીને તેમના પુત્રની 'ધર્મપુત્રની' જેમ દેખભાલ કરવા અને શિક્ષિત કરવા માટે આભાર વ્યક્ત કર્યો. જીત બહાદુરે જણાવ્યું કે 'હું લગભગ 8-10 વર્ષની ઉંમરમાં તેમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાના નાના ભાઇની જેમ મારી સેવા કરી. મને નથી લાગતું કે મારી માતાએ પણ મારા માટે આટલું કર્યું હોત.'

બહાદુરે જણાવ્યું કે, 'આ મારું સૌભાગ્ય છે કે હું એક વીઆઇપીની સાથે રહ્યો, પરંતુ ક્યારેય એવું નથી લાગ્યું કે એક વીઆઇપીની સાથે રહ્યો હોવ.' હાલમાં બહાદુર અમદાવાદમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યા છે. બહાદુર 1998માં પોતાના ભાઇની સાથે કામની તલાશમાં ભારત આવ્યો હતો.

બહાદુરની માતાએ મોદીની સાથે વાતચીત અંગે જણાવતા કહ્યું 'મેં વડાપ્રધાનને જણાવ્યું કે હું મારા દિકરાની દેખરેખ કરવા બદલ આપની આભારી છું. આપના દિશાનિર્દેશનમાં તેણે શિક્ષણ હાસલ કર્યું અને એક સારો વ્યક્તિ બન્યો.'

English summary
PM Narendra Modi reunites Nepal godson Jeet Bahadur with family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X