પીએમ નરેન્દ્ર મોદીના BRICS સમિટ ભાષણના 10 મહત્વના મુદ્દા

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સના 9માં સંમેલનના પૂર્ણ સત્રનું શરૂઆતમાં પોતાનું સંબોધન રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બ્રિક્સનું નવમું સંમેલન ચીનમાં થઇ રહ્યું છે. અને હાલ આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ચીનમાં બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને રશિયાના રાષ્ટ્રઅધ્યક્ષો સમેત તેમના પ્રતિનિધિ મંડળ હાજર છે. ચીનના શિયોમેન નામના શહેરમાં ચાલી રહેલા આ સંમેલનમાં અજીત ડોવાલ સમેત વિદેશ મંત્રી જયશંકર પણ પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શરૂઆતી સંબોધનના વિશ્વ ફલક પર ક્યા મુદ્દાઓ પર ટિપ્પણી કરી તે અંગે જાણો અહીં...

modi

1.પીએમ મોદીએ કહ્યું કે આપણા પારસ્પરિક સહયોગથી જ વિકાસ સંભવ છે. અને સાથે જ શાંતિ અને વિકાસ માટે પણ સહયોગ જરૂરી છે.

2. પીએમ મોદીએ કહ્યું કે સૌર ઊર્જાના એજન્ડાને મજબૂત કરવા માટે બ્રિક્સ દેશ આઇએસએની સાથે મળીને કામ કરી શકે છે.

3. તેમણે કહ્યું કે આપણા જેવા રાષ્ટ્રોના વિકાસ માટે ઉર્જા સસ્તી, વિશ્વાસનીય અને ટિકાઉ હોવી જરૂરી છે. અક્ષય ઉર્જા વિશેષ રીતે મહત્વપૂર્ણ છે.

4. પીએમ એ કહ્યું કે કેન્દ્રીય બેંકોએ પોતાની ક્ષણતાઓને મજબૂત કરવી જોઇએ. રિઝર્વ વ્યવસ્થા અને આઇએમએફની વચ્ચે સહયોગને વધારવો જોઇએ.

5. વિકાસશીલ દેશોના સાર્વભૌમ અને કોર્પોરેટ સંસ્થાઓના વિત્તપોષણની જરૂરિયાતની પૂર્ણ કરવા માટે વડાપ્રધાને બ્રિક્સ રેટિંગ એજન્સી બનાવવી જોઇએ.

6. પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબી દૂર કરવા માટે મિશન-મોડ પર છીએ. સ્વાસ્થય, સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા, લિંગ સમાનતા, ઉર્જા, શિક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારે કામ કરવું જોઇએ.

7. પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સે સહયોગ માટે એક મજબૂત ફ્રેમ બનાવવી જરૂરી છે. જેથી કરી અનિશ્ચિતતા તરફ વધી રહેલી આ દુનિયામાં સ્થિરતા અને વિકાસનું યોગદાન આપી શકાય.

8. સ્વાસ્થય, માળખાગત સુવિધા અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર વડાપ્રધાને બ્રિક્સ દેશો અને આફ્રિકી દેશો વચ્ચેના સહયોગનું સ્વાગત કર્યું હતું.

9. ઇનોવેશન અને ડિઝિટલ અર્થવ્યવસ્થા પર પણ એક મજબૂત બ્રિક્સ ભાગીદારી કરવાની વાત પીએમ મોદીએ કરી છે.

10. વર્ષ 2016 અને 15-16 ઓક્ટોબરે ગોવામાં બ્રિક્સ સમિટ વાર્તા ચાલુ રાખવા સાથે વડાપ્રધાને સ્માર્ટ શહેરો, શહેરીકરણ અને આપત્તિ સંચાલનમાં સહયોગ વધારવાની આવશ્યકતા પર પણ પીએમ મોદીએ જોર આપ્યું છે.

English summary
pm modi s speech in brics summit 2017 xiamen china

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.