For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુગાન્ડામાં પીએમ મોદીએ જોક સંભળાવીને ચીન પર સાધ્યુ નિશાન

પીએમ મોદી યુગાન્ડાના પ્રવાસે છે. બુધવારે તેમણે ઈન્ડિયા-યુગાન્ડા બિઝનેસ ફોરમની બેઠકની સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી યુગાન્ડાના પ્રવાસે છે. બુધવારે તેમણે ઈન્ડિયા-યુગાન્ડા બિઝનેસ ફોરમની બેઠકની સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ એક જોક સંભાળાવીને ભારતીય મશીનોની ખાસિયત જણાવવા સાથે ચીનનું નામ લીધા વિના એવો કટાક્ષ કર્યો કે બેઠકમાં હાજર બધા લોકોના ચહેરા પર સ્મિત આવી ગયુ.

ચાર આનાનો પંખો અને ત્રણ-ચાર વાર હલાવતા જ તૂટી ગયો

ચાર આનાનો પંખો અને ત્રણ-ચાર વાર હલાવતા જ તૂટી ગયો

બન્યુ એવુ કે પીએમ મોદીએ ઈન્ડિયા-યુગાન્ડા બિઝનેસ ફોરમને સંબોધિત કરતા ભારતીય મશીનો મોંઘા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, ‘જ્યારે હું નાનો હતો ત્યારે એક જોક સાંભળ્યો હતો. બસ સ્ટોપ પર એક ગરીબ છોકરો એક રૂપિયામાં એક પંખો વેચી રહ્યો હતો. બીજો આઠ આનાનો પંખો વેચી રહ્યો હતો અને ત્રીજો છોકરો ચાર આનાનો પંખો વેચી રહ્યો હતો. એક વ્યક્તિએ સૌથી સસ્તો ચાર આના વાળો પંખો ખરીદી લીધો કે જે ત્રણ-ચાર વાર હલાવતા જ તૂટી ગયો. આના પર તે વ્યક્તિએ તરત જ ચાર આનામાં પંખો વેચનારને પકડ્યો અને કહ્યુ કે આ તો તૂટી ગયો. આના પર પંખો વેચનારે જવાબ આપ્યો કે પંખો થોડો હલાવવાનો હતો, પંખો હલાવવાનો નહોતો, માથુ હલાવવાનું હતુ.'

પીએમ મોદીએ ચીનના સસ્તા સામાન અને ભારતની ઝીરો ડિફેક્ટ મશીનો પર આ રીતે કહી વાત

પીએમ મોદીએ ચીનના સસ્તા સામાન અને ભારતની ઝીરો ડિફેક્ટ મશીનો પર આ રીતે કહી વાત

આ જોક સંભળાવ્યા બાદ પીએમ મોદીએ વાર્તાનો સાર પણ સમજાવ્યો. તેમણે કહ્યુ કે બની શકે કે શરૂઆતમાં વસ્તુઓ મોંઘી લાગે પરંતુ લાંબી ચાલે છે. પીએમ મોદીએ આગળ ચીન પર કટાક્ષ કરતા કહ્યુ, ‘સસ્તી વસ્તુઓ ખરીદશો તો તે મહિનામાં ખરાબ થઈ જશે કારણકે તેને રિપેર કરવા માટે એ જ દેશમાંથી બોલાવવા પડશે.' પીએમ મોદી યુગાન્ડાને વિશ્વાસ અપાવ્યો કે ભારત ઝીરો ડિફેક્ટ સાથે મશીન અને ટેકનોલોજી યુગાન્ડાને આપશે. તે શરૂઆતમાં થોડી મોંઘી હશે. હવે તમારે નક્કી કરવાનું છે કે પંખો હલાવવો છે કે મુંડી?

યુગાન્ડામાં પરસેવો અને પૈસા બંને વહાવવા તૈયાર છે ભારત

યુગાન્ડામાં પરસેવો અને પૈસા બંને વહાવવા તૈયાર છે ભારત

પીએમ નરેન્દ્ર મોદીએ યુગાન્ડાના પ્રાકૃતિક સંશાધનોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ આફ્રિકિ દેશ પાસે હજારો એકર ભૂમિ છે જ્યાં કેમિકલનું ટીપુ પણ નથી પડ્યુ. પીએમે કહ્યુ કે અમે યુગાન્ડામાં પરસેવો અને પૈસા બંને વહાવવા તૈયાર છે જેનાથી યુગાન્ડાને લાભ મળે અને દુનિયા પણ સ્વસ્થ રહે.

English summary
PM Modi in Uganda India fast emerging as global manufacturing hub takes a dig at china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X