ગાંધીજીની પ્રતિમાનું મોદીએ કર્યું અનાવરણ, વાંચો શું કહ્યું મોદીએ
બ્રિસ્બેન, 16 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિના રોમા સ્ટ્રીટ પર મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. અત્રે મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ અવસર પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવું તેમના માટે સૌભાગ્યની વાત છે.
વડાપ્રધાને જણાવ્યું કે 2 ઓક્ટોબરના રોજ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ એક યુગનો જન્મ થયો હતો. તેમણે જણાવ્યું કે આજે દુનિયા જે સમસ્યાઓથી પીડાઇ રહી છે, તેનું સમાધાન ગાંધીજીના વિચારમાં મળે છે. દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગ અને આતંકવાદથી સંપૂર્ણ રીતે પીડાઇ રહી છે.

- ગ્લોબલ વોર્મિંગ અને આતંકવાદ દુનિયાની મોટી સમસ્યા
- જરૂરીયાતથી વધારે પ્રકૃતિનું દોહન જ ગ્લોબર વોર્મિંગનું સૌથી મોટું કારણ છે.
- મહાત્મા ગાંધી ક્યારેય પણ જરૂરીયાત કરતા વધારે પ્રાકૃતિક સંસાધનોનો પ્રયોગ ન્હોતા કરતા.
- બાપુ પ્રકૃતિ માટે ખૂબ જ સજાગ હતા, જો તેમના જીવનને આપણે અપનાવીએ તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચી શકાય છે.
- અહિંસા માત્ર અંગ્રેજો વિરુદ્ધ લડવાનું શસ્ત્ર ન્હોતું.
- દુનિયાને ગાંધીનો સંદેશ અપનાવવો જોઇએ, જેનાથી વિશ્વ સ્તર પર શાંતિ આવી શકે છે.
- કોઇ માત્ર મોટું છે એ નાતે અન્યો પર પોતાનો અધિકાર ના જતાવવો જોઇએ.
- દુનિયાભરના દેશોને એક સાથ મળીને ચાલવું જોઇએ.
- દુનિયા હવે મહાત્મા ગાંધીના સંદેશને અપનાવી રહી છે.
આ અવસર પર બ્રિસ્બેનના મેયર લૉર્ડ ગ્રેહમે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસોમાં જે ઓસ્ટ્રેલિયામાં બન્યું તેને જોઇને મહાત્મા ગાંધી ખૂબ જ ખુશ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે.
મોદીનું ભાષણ સાંભળો વીડિયોમાં...












Click it and Unblock the Notifications
