વીડિયોમાં જુઓ કેટલી સ્ફૂર્તિથી ડ્રમ વગાડી રહ્યા છે નરેન્દ્ર મોદી

કાર્યક્રમ હતો ટાટા કંસલ્ટન્સી સર્વીસ જાપાન ટેકનોલોજી અને કલ્ચરલ એકેડેમીના ઉદઘાટનનો. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાનું વક્તવ્ય પણ આપ્યું, વક્તવ્ય બાદ નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે જાપાની પરંપરાનું પ્રતિક બેલ આપવામાં આવ્યો મોદીએ તેનો સ્વીકાર પણ કર્યો અને બેલ વગાડ્યો પણ ખરા.
ત્યાર બાદ નરેન્દ્ર અત્રે ઉપસ્થિત કલાકારો ડ્રમ વગાળીને પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે જ નરેન્દ્ર મોદીએ ઊભા થઇને ડ્રમ પર પોતાનો હાથ અજમાવી લીધો. મોદીએ આ પહેલા પણ જાપાનની એક શાળાની મુલાકાત દરમિયાન વાંસળી વગાળી હતી.
જુઓ કેટલી સ્ફૂર્તિથી ડ્રમ વગાડી રહ્યા છે નરેન્દ્ર મોદી...












Click it and Unblock the Notifications
