For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્કઃ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે કરી મહત્વની મુલાકાત

અમેરિકાના ન્યૂયોર્કમાં ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના ન્યૂયોર્કમાં ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરી. આ મુલાકાતને અમેરિકા-ઈરાનના તણાવના કારણે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. માહિતી મુજબ બંને દેશોના પ્રતિનિધિ મંડળ પણ આ દરમિયાન હાજર રહ્યા. આ બેઠકમાં આતંકવાદ, વેપાર સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 21 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે.

modi-ruhani

શુક્રવારે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. પીએ મોદીએ 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા. ગુરુવારે પણ પીએમ મોદીની મેરેથન બેઠકનો દોર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ મુલાકાતમાં આતંકવાદ, વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી 28 સપ્ટેમ્બરે અમેરિકાથી પાછા આવશે.

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે ડ્રોન હુમલાથી સાઉદી તેલ રિફાઈનરી પર હુમલો થયો હતો. યમનમાં ઈરાન સમર્થિત હૈતી વિદ્રોહીઓએ સઉદીની રિફાઈનરી પર હુમલાની જવાબદારીવો દાવો કર્યો છે. પરંતુ અમેરિકાએ આના માટે ઈરાનને દોષી ગણાવ્યુ છે. વળી, ઈરાન સાથે વર્ષ 2015ના બહુપક્ષીય પરમાણુ સોદાથી ટ્રમ્પના બહાર નીકળવ્યા બાદથી ખાડી ક્ષેત્રમાં સંકટ પેદા થઈ ગયુ છે. ત્યારબાદથી ટ્રમ્પે તેહરાન પર ઘણા પ્રતિબંધ લગાવ્યા જેમાં તેના તેલ નિકાસ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ મુખ્ય છે.

આ પણ વાંચોઃ Chandrayaan 2: ચંદ્ર પર પ્રયોગના કામ શરુ, 3ડી મેપિંગ અને પાણીની માત્રા માપવાના કામમાં લાગ્યું ઓર્બિટઆ પણ વાંચોઃ Chandrayaan 2: ચંદ્ર પર પ્રયોગના કામ શરુ, 3ડી મેપિંગ અને પાણીની માત્રા માપવાના કામમાં લાગ્યું ઓર્બિટ

English summary
pm Narendra Modi meets Iran President Hassan Rouhani in New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X