મોરેશિયસમાં મોદી - વાજપાઇના પગલે ચાલ્યા મોદી
વડાપ્રધાન મોદી પોતાના ત્રિ-દેશીય પ્રવાસ અંતર્ગત બુધવારે મોરેશિયસ પહોંચ્યા હતા. જ્યાર બાદ, આજે તેમણે સવારે મોરેશિયસના જાણીતા પવિત્ર હિંદુ સ્થળ ગંગા તળાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગંગાજળ ચઢાવીને ભગવાન શિવની આરતી કરી હતી.
PM @narendramodi at Ganga Talao, Mauritius. pic.twitter.com/uwvtxNnNso
— PMO India (@PMOIndia) March 12, 2015 ત્યારબાદ મોરેશિયસના રાષ્ટ્રિય દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંની સાંસદને સંબોધી હતી. મોદીએ કહ્યું કે "તમારા રાષ્ટ્રિય દિવસે મારું અહીં આવું મારા માટે સન્માનની વાત છે. સ્વતંત્રતા દિવસ પર અમે ખાલી આઝાદીની ખુશી જ નથી મનાવતા પણ સાથે જ આઝાદી માટે સંધર્ષ કરનાર, બલિદાન આપનાર લોકોને પણ યાદ કરીએ છીએ. આજે ભારત માટે પણ ખાસ દિવસ છે. આજે મહાત્મા ગાંધીએ દાંડી માર્ચની શરૂઆત કરી હતી."

વધુમાં મોદીએ કહ્યું કે 2003માં વડાપ્રધાન વાજપાઇએ મોરેશિયસને સાઇબર સિટી તૈયાર કરવામાં મદદ કરી હતી અને આજે ભારત મોરેશિયસને બીજું સાઇબર સિટી તૈયાર કરવામાં મદદરૂપ થઇ રહ્યું છે. તે તેમના માટે ગર્વની વાત છે. નોંધનીય છે કે ભારતે મોરેશિયસને આ માટે 50 કરોડ ડોલર લોન આપવાની જાહેરાત કરી છે.
PM @narendramodi speaking at the Mauritius National Assembly. pic.twitter.com/EIrCFieEzD
— PMO India (@PMOIndia) March 12, 2015 મોદી ત્યારબાદ બારાકુડા યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી.
PM @narendramodi at the programme to mark the commissioning of the Barracuda. pic.twitter.com/QOfsOen9aw
— PMO India (@PMOIndia) March 12, 2015 જ્યાં તેમણે આ તટરક્ષક જહાજના વખાણ કરતા કહ્યું હતું કે બારાકુડા હિંદ મહાસાગરને વધુ સુરક્ષિત બનવામાં મદદ કરશે.
World speaks of a 21st century driven by the dynamism and energy of Asia and the Pacific: PM @narendramodi pic.twitter.com/mcuqFPKdmH
— PMO India (@PMOIndia) March 12, 2015 ત્યારબાદ મોદીએ ત્યાંના અપ્રવાસી ઘાટની મુલાકાત લીધી હતી. જેની નોંધપોથીમાં મોદીએ ત્યાંના લોકોને શ્રદ્ધાજંલિ અર્પી હતી.
Aapravasi Ghat is an eloquent tribute to the indomitable human spirit &also to enduring links between our people: PM pic.twitter.com/0udmdMlx36
— PMO India (@PMOIndia) March 12, 2015 











Click it and Unblock the Notifications
