For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGA: પીએમ મોદી ન્યૂયૉર્કમાં આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરશે સંબોધિત, આ મુદ્દાઓ પર હશે જોર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(25 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયૉર્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(25 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારની સવારે ન્યૂયૉર્ક પહોંચી ચૂક્યા છે. UNGAના 76માં સત્રને સંબોધિત કરવા દરમિયાન પીએમ મોદી કોરોના વાયરસ મહામારી, આંતકવાદ અને જળવાયુ પરિવર્તન સહિત દબાણવાળા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પોતાની પહેલી દ્વિપક્ષીય બેઠક કરવા અને શુક્રવારે પોતાના પહેલા વ્યક્તિગત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ વૉશિંગ્ટનથી ન્યૂયૉર્ક માટે ઉડાન ભરી.

pm modi

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યુ, 'વૉશિંગ્ટન ડીસીમાં ઘણી બેઠકો બાદ, પીએમ મોદી ન્યૂયૉર્ક શહેર પહોંચી ગયા છે. જ્યાં તે UNGA સત્રને સંબોધિત કરશે.' પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની સામાન્ય ચર્ચાને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની આ વર્ષની થીમ છે - કોવિડ-19થી ઉભરવાની આશાના માધ્યમથી વિકાસ તરફ આગળ વધવુ, સ્થાયી રીતે પુનનિર્માણ, પ્લાનેટની જરૂરિયાતોનો જવાબ આપવો, લોકોના અધિકારોનુ સમ્માન અને સંયુક્ત રાષ્ટ્રને પુનર્જીવિત કરવુ. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લી વાર 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કર્યુ હતુ.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સોમવારે(20 સપ્ટેમ્બર) કહ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની દુનિયાના ઘણા નેતા રાહ જોઈ રહ્યા છે. ટીએસ તિરુમૂર્તિએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને કહ્યુ હતુ, 'પીએમ મોદીએ હંમેશા દુનિયા સામે આવતા અમુક મુદ્દાઓ અને ભારતમાં અમારા માટે મહત્વ અને ચિંતાના મુદ્દાઓને સંબોધિત કર્યા છે જેમાં ઘરેલુ મોરચે આપણી અમુક ઉપલબ્ધિઓ પણ શામેલ છે.'

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકાની ત્રણ દિવસીય યાત્રા પર વૉશિંગ્ટન પહોંચ્યા હતા. કોવિડ-19 મહામારીના પ્રકોપ બાદથી પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. પ્રધાનમંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ ઉપરાંત પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લીધો.

English summary
PM Narendra Modi to address 76th session UNGA today, focus on ‘pressing global challenges'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X