આજે ફરીથી થશે પીએમ મોદી-ટ્રમ્પની મુલાકાત, ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે આ મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફરીથી એક વાર મુલાકાત થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફરીથી એક વાર મુલાકાત થશે. આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર મુજબ મોદી-ટ્રમ્પની મુલાકાત બપોરે લગભગ 12 વાગીને 15 મિનિટે થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે પીએમ મોદી અને ટ્રમ્પ એક મંચ પર હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન સાથે આવ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીને આજે ગેટ્સ ફાઉન્ડેશન તરફથી સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લોબલ ગોલકીપર અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

modi-trump

આ ફાઉન્ડેશન મુજબ આ અવોર્ડ કોઈ નેતા દ્વારા પોતાના દેશમાં કે વૈશ્વિક સ્તરે વૈશ્વિક લક્ષ્ય માટે પ્રભાવી કામ કરવાની દિશામાં પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આપવામાં આવે છે. પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના રોજ કરી હતી. પીએમ મોદી આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.

પીએમ મોદીનો આજનો આખો કાર્યક્રમ
5.00 વાગે (24 સપ્ટેમ્બરની સવારે) - આતંકવાદ પર નેતાઓનો સંવાદ
7.15 વાગે (24 સપ્ટેમ્બરની સવારે) - નામીમ્બીયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
7.50 વાગે (24 સપ્ટેમ્બરની સવારો) - માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત (બધા કાર્યક્રમ ભારતીય સમયાનુસાર)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X