પીએમ મોદીની ઐતિહાસિક યાત્રા, પહોંચ્યા પીટરમેરિઝબર્ગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દક્ષિણ આફ્રિકાના દેશોના વિદેશ પ્રવાસ પર છે. જ્યાં દક્ષિણ આફ્રિકાના બે દિવસીય પડાવમમાં શનિવારે તે પીટરમેરિઝબર્ગ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે આ તે જ રેલ્વે સ્ટેશન છે જ્યાંથી અંગ્રેજોએ મહાત્મા ગાંધીને અશ્વેત હોવાના કારણે ટ્રેનની બહાર ધક્કો મારીને નીકાળી દીધા હતા.

ડરબનથી પીટરમેરિઝબર્ગની આ ઐતિહાસિક સફર કર્યા બાદ તે ફોનિક્સ સેલેટમેન્ટની પણ મુલાકાત લેશે કે જેનાથી મહાત્મા ગાંધી લાંબો સમય સુધી જોડાયેલા રહ્યા હતા. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાનો મોદીનો આ પ્રવાસ ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યો છે. એક તરફ એનએસજીની સદસ્યતા માટે જ્યાં દક્ષિણ આફ્રિકાએ પોતાનું સમર્થન આપ્યું છે ત્યાં જ પીએમ મોદી આ માટે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુઆનો આભાર માન્ય છે. સાથે વડાપ્રધાનને આફ્રિકી દેશો માટે 4.5 મિલિયન ડોલરની મદદ કરવાની જાહેરાત પણ કરી હતી.












Click it and Unblock the Notifications
