For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હાઇટ હાઉસની કમાન ઓબામાના હાથમાં, ઓબામાની રાજકીય સફર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

તે ગોરા નથી.. તેમના પિતા અમેરિકન ન હતા અને આજથી 8 વર્ષ પહેલાં સેનીટરમાં પણ ન હતા. તેમના નામ સાથે હુસૈન જોડાયેલ છે. તેમને પોતાના શરૂઆતના દિવસો અમેરિકાની બહાર વિતાવ્યા હતા પરંતુ તે જ્યારે બોલે છે ત્યારે દરેક તેમની સાથે જોડાય જાય છે. અહીંયા વાત થઇ રહી છે સુપર પાવર બરાક હુસૈના ઓબામાની જેઓ આજે ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે. ''YES WE CAN'' આજથી 8 વર્ષ પહેલાં આ નારાએ અમેરિકામાં લહેર પેદા કરી હતી અને તે લહેરે બરાક ઓબામાને જન્મ આપ્યો.

4 નવેમ્બર 3008ના રોજ અમેરિકાએ એક અશ્વેત (બરાક ઓબામા)ને પોતાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા હતા. ઓબામાએ રિપબ્લિકન ઉમેદવાર જોન મેકેનને ખરાબ રીતે પરાસ્ત કર્યા હતા. તે સમયે મેકેન ઘણા પાછળ રહી ગયા હતા કારણ કે વ્હાઇટ હાઉસની કમાન એક અશ્વેતના હાથમાં જતી રહી હતી. તો આવો તે બ્લેક સુપર પાવર એટલે કે બરાક ઓબામાના રાજકીય સફર પર એક નજર નાખીએ.

barack-obama

બરાક ઓબામાનો જન્મ 1961 અમેરિકાના હવાઇમાં થયો હતો. ઓબામાના પિતા કેન્યાઇ હતા અને તેમની માતા અમેરિકન હતી. બરાક ઓબામા જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના માતા-પિતાએ છુટાછેટા આપી દિધા હતા અને તેમને ઓબામાને છોડી દિધા હતા. આ અડધા કાળા અને અડધા ધોળા બરાક ઓબામાનું પાલન પોષણ અમેરિકામાં રહેતાં તેમના નાના-નાનીએ કર્યું હતું.

આ દરમિયાન ઓબામાની માં એને બીજા લગ્ન કરી દિધા. ઓબામાનું બાળપણ જકાર્તા અને ત્યારબાદ હવાઇમાં પસાર થયુ હતું. કદાચ કારણે જ ચૂંટણી દરમિયાન વિરોધીઓએ ભ્રમ ફેલાવ્યો હતો કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં થયો નથી અને તે મુસલમાન છે. આ અટકળો ખોટી સાબિત થઇ અને બરાક ઓબામાને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા. હાવર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ મેળવનાર બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ બન્યા બાદ જ્યારે આખી દુનિયાને સંબોધ્યા તો તેમના ભાષણના દિવાના બની ગયા.

શિકાગોથી સીનેટર બરાક ઓબામા જ્યારે 47 વર્ષની ઉંમરે પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા તો તેમના દેશની ડગમગાતી અર્થવ્યવસ્થા, ઇરાક અને અફધાનિસ્તાનમાં બે ભીષણ યુદ્ધ તેમને વારસા મળ્યાં હતા. બરાક ઓબામાની જીતથી લોકોને આશા બંધાઇ કે જોર્જ બુશના શાસન દરમિયાન મુસ્લિમ જગત સાથે પેદા થયેલી તિરાડને પુરવાનું કામ કરશે. ઇજિપ્તના પ્રવાસ દરમિયાન તેમને સંકેત પણ આપી દિધા. બરાક ઓબામાએ હેલ્થ કેર ખાસ આપ્યુ.

બરાક ઓબામાએ જ ઇરાકથી અમેરિકન સેનાને પાછી બોલાવી લીધે અને રુસ સાથે પરમાણુ હથિયારના કાપ મુદ્દે મહત્વપૂર્ણ કરાર કર્યો. વર્ષ 2009માં બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો અને મે 2011માં બરાક ઓબામાને અમેરિકાના દુશ્મન નંબર વન અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના જ ઘરમાં ખૂસીને મોતનો ઘાટ ઉતાર્યો. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ઓબામાની રાજકીય સફર ઘણી લાંબી તો નથી પરંતુ વિશ્વના યુવાનોના દિલમાં સ્થાન મેળવી લીધું છે. તેનું પરિણામ આજે તેમની સામે છે.

તારીખોમાં બરાક ઓબામા

1961: બરાક ઓબામાના પિતા કેન્યાથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને અમેરિકા આવ્યા હતા. તેમના માતા-પિતાની મુલાકાત યુનિવર્સિટી ઑફ હવાઇમાં થઇ હતી. આ દરમિયાન બરાક ઓબામાનો જન્મ થયો હતો.

1963: બરાક ઓબામાના માતા-પિતા છૂટા પડ્યા.

1967: બરાક ઓબામાની માતાએ બીજા લગ્ન કર્યા તથા તે ઇન્ડોનેશિયા જતી રહી.

1971: બરાક ઓબામા હવાઇ પરત ફર્યા અને પોતાના નાના-નાની સાથે રહેવા લાગ્યા.

1983: કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ બિઝનેસ ઇન્ટરનેશનલ કોર્પોરેશનમાં નોકરી કરી.

1985: બરાક ઓબામા શિકાગો જતા રહ્યા જ્યાં તેમની સામાજિક સંસ્થામાં નોકરી કરી.

1988: 27 વર્ષની ઉંમરમાં હાવર્ડ લૉ સ્કૂલમાં ભરતી થયા.

1990: બરાક ઓબામા હાવર્ડ લૉ રિવ્યૂના પ્રથમ અશ્વેત અધ્યક્ષ બન્યા

1991: બરાક ઓબામા હાવર્ડથી સ્નાતક થયા અને શિકાંગો પાછા આવી ગયા અને વકીલ બની ગયા તથા શિકાંગો વિશ્વવિદ્યાલયમાં ભણવવા લાગ્યા.

18 ઑક્ટોબર 1992: બરાક ઓબામાએ મિશેલ રોબિન્સન સાથે લગ્ન કર્યા.

1993: મિનારમાં એસોસિએટ બની ગયા તથા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરનું કામ કરવા લાગ્યા તથા લોકોના વોટિંગ અધિકાર વગેરેના કેસ લડવા લાગ્યા. 1996માં અહીંથી કામ છોડી દિધું.

1996: બરાક ઓબામા ઇલિયિનાઇસ સ્ટેટ સિનેટ માટે ચૂંટની જીત્યા.

2000: યૂએસ હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવ માટે નામાંકન ભરવાનો નિષ્ફળ પ્રયત્ન.

2004: બરાક ઓબામાએ ડેમોક્રેટિક નોમિનેશન મેળવવામાં સફળતા મેળવી તથા અમેરિકીન સિનેટમાં 52 ટકા વોટ સાથે પહોંચ્યા.

2005: ટાઇમ મેગેજીન દ્રારા વિશ્વના મહત્વપૂર્ણ વ્યક્તિઓની યાદીમાં બરાક ઓબામાનો સમાવેશ.

2006: વર્ડ આલ્બમ માટે 'ડ્રીમ્સ ઑફ માય ફાધર' માટે બરાક ઓબામાએ ગ્રેમી એવોર્ડ જીત્યો.

10 ફેબ્રુઆરી 2007: બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ પદની દોડમાં ભાગ લેવાની જાહેરાત કરી.

1 જૂલાઇ 2007: બરાક ઓબામાએ કેમ્પેનથી મળેલી આવકને 58 મિલિયન ડોલર જણાવી જે હિલેરી ક્લિંટન કરતાં વધુ હતી.

4 નવેમ્બર 2008: બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા.

2009: બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.

મે 2011: બરાક ઓબામાએ અમેરિકાના દુશ્મન નંબર વન અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને તેના ઘરમાં ઘૂસીને ઠાર માર્યો.

English summary
America has decided and it is Barack Obama for another four years in the White House. Obama beat his Republican challenger Mitt Romney. Here is the Political Career of Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X