રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સાત મુસ્લિમ દેશોને કર્યા બેન

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શપથ ગ્રહણ કરતા જ શરણાર્થી કાર્યક્રમ અંગે કડક આદેશ જાહેર કર્યા. અમેરિકાથી ચરમપંથી ઇસ્લામિક આતંકવાદનો સફાયો કરવા માટે તેમણે સાત મુસ્લિમ દેશોથી આવનારા મુસ્લિમ શરણાર્થીઓને બેન કર્યા છે. નોંધનીય છે કે શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રંપે એક નવો એક્ઝિક્યૂટિવ ઓર્ડર પસાર કર્યો છે. જે મુજબ અમેરિકાના સાત મુસ્લિમ દેશો સીરિયા, ઇરાન, ઇરાક, લીબિયા, સૂડાન, યમન અને સોમાલિયાથી આવનારા શરણાર્થીઓ પર નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

trump

રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાના ચૂંટણી અભિયાનમાં પણ આ વાતને સાફ કરી હતી. અને સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાના ચૂંટણી વાયદાને પૂર્ણ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રંપે ઓર્ડર સાઇન કર્યા પછી પેંટાગોને કહ્યું કે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે. વિદેશી આતંકવાદી જે અમેરિકામાં દાખલ થાય છે તેનાથી દેશની રક્ષા કરવી જરૂરી છે.


90 દિવસ સુધી વીઝા નહીં

ટ્રંપે પેંટાગોનમાં જે ઓર્ડર સાઇન કર્યા છે તેમાં કહ્યું છે કે અમેરિકા ખાલી તે લોકોને પોતાના દેશમાં દાખલ થવા દેવા માંગે છે જે લોકો અમેરિકાને સપોર્ટ કરતા હોય અને અમેરિકી લોકોને પ્રેમ કરતા હોય. ટ્રંપે અમેરિકાના શરણાર્થી કાર્યક્રમને 20 દિવસ માટે સ્થગિત કરી દીધુ છે. અને તપાસના નવા નિયમો લાગુ કરી દીધા છે. નવા નિયમો મુજબ ખાલી તે જ લોકોને અમેરિકામાં એન્ટ્રી અપવામાં આવશે જેમનાથી અમેરિકાને કોઇ ખતરો ના હોય. તે સિવાય સીરિયા, ઇરાન, ઇરાક, લીબિયા, સોમાલિયા, યમન અને સુદાનના શરણાર્થીઓ કે પર્યટકોને આવનારા 90 દિવસ સુધી કોઇ વીઝા નહીં આપવામાં આવે. જો કે આ દેશોથી આવતા અલ્પસંખ્યક જેવા કે ખ્રિસ્તીઓ પર કોઇ પ્રતિબંધ નહીં લાગે.

English summary
President Donald Trump signed a new executive order banning seven Muslims nations refugees and vows to end radical Islam from US.
Please Wait while comments are loading...