• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્રીજા મુકાબલામાં રોમનીને ભારે પડ્યા ઓબામા

By Super
|
barack obama
ન્યુયોર્ક, 23 ઑક્ટોબરઃ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રિપબ્લિકન ઉમેદવાર મિટ રોમની વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે સોમવારે રાત્રે થયેલા ત્રીજા અને અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી લઇને ચીન, લીબિયા, ઇજરાયલ, ઇરાન અને મધ્ય પૂર્વ પર જોરદાર ચર્ચા થઇ, આ ચર્ચામાં પણ ઓબામાને વિજયી ધોષિત કરવામાં આવ્યાં, પરંતુ બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થઇ છે.

મતદાનથી ઠીક 15 દિવસ પહેલા થયેલાં આ મુકાબલામાં ઓબામાએ એમ કહીને રોમની પર હુમલો કર્યો કે તેમના પ્રતિસ્પર્ધી 1980ના દશકની વિદેશ નીતિઓ, 1950 દશકની સામાજિક નીતિઓ અને 1920ના દશકની આર્થિક નીતિઓ લાવવા માંગે છે.

સોમવારે રાત્રે ફ્લોરિડાના બોકા રેટનની લિન યુનિવર્સિટીમાં વિદેશ નીતિ પર થયેલી ચર્ચા બાદ કરવામાં આવેલા તત્કાલિન સર્વેમાં ઓબામાને 40 ટકાની સામે 48 ટકાથી વિજયી ધોષિત કરવામાં આવ્યા છે.

પરંતુ હવે એ જોવાનું છે કે ત્રીજી ચર્ચાની જીત વ્હાઇટ હાઉસની દોડમાં ઓબામા માટે કેટલી અસરકારક સાબિત થઇ શકે છે, કારણ કે તાજેતરના સર્વે અનુસાર ઓબામા ઓહિયો જેવા મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્યોમાં ઘણા ઓછા અંતરથી આગળ છે.

તાજેતરના સર્વેએ વોશિંગટન પોસ્ટ-એબીસી ન્યૂઝના નવા સર્વેના વલણની સ્પષ્ટતા કરી છે,જેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તર પર સંભવિત મતદાતાઓમાં હજુ પણ એ અનિશ્ચિતતાની સ્થિતિ જોવા મળી રહી છે કે ઓબામાને જ્યાં 49 ટકા મતદાતાઓને સમર્થન કરે છે ત્યાં રોમનીના સમર્થકોની સંખ્યા પણ 48 ટકા છે.

સોમવારની ચર્ચા દરમિયાન રોમની, ઓબામા પ્રશાસનના મોટા ભાગના પગલાંઓનું સમર્થન કરતા જોવા મળ્યા. જેમ કે અફઘાનિસ્તાનમાંથી પરત ફરવું, સીરિયામાં ગૃહ યુદ્ધ અને ઇરાનને પરમાણું હથિયાર હાંસલ કરતા રોકવા જેવા પગલાઓ.

રોમનીએ ઓસામા બિન લાદેન અને અલકાયદાના અન્ય સરગનાઓને મોતને ઘાટ ઉતારવાના ઓબામાના પ્રયાસોની પ્રશંસા કરી, પરંતુ તેમણે કહ્યું કે આપણે આપણા રસ્તાના આ પ્રકારના અવરોધોને દૂર કરી શકતા નથી. રોમનીએ તેના બદલે મધ્ય પૂર્વ હિંસદ ચરમવાદ પર અંકુશ લગાવવા માટે એક વ્યાપક રણનીત પર દબાણ કર્યું હતું.

રોમનીએ કહ્યું, 'મહત્વની વાત એ છે કે મુસ્લિમ જગત જાતે જ ચરમવાદને ખારીજ કરી દે.' આ સાથે રોમનીએ આર્થિક વિકાસ, સારું શિક્ષણ, લિંગ સમાનતાને વધારો આપતી અમેરિકન નીતિઓ અને સંસ્થાઓને સુસજ્જ કરવાનો પ્રસ્તાવ કર્યો.

રોમનીએ એ વાત પર પણ સહમતિ દર્શાવી ક અફઘાનિસ્તાનમાં સંઘર્ષ સફળ રહ્યાં છે અને અમેરિકા 2014 સુધીમાં અફઘાનિસ્તાનના દળોને જવાબદારી સોંપવાના વિચાર પર છે, પરંતુ સચેત કર્યા હતા કે પાકિસ્તાનમાં જે કંઇ થઇ રહ્યુ છે તેની અસર અફધાનિસ્તાનની સફળતા પર એક મોટી અસર થવાની છે.

English summary
In Presidential debate 2012, Barack Obama attacks Mitt Romney as 'reckless and wrong' on foreign policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more