For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, હવે ટેક્સ બચાવવો હોય તો છૂટાછેડા આપો

By Super
|
Google Oneindia Gujarati News

divorce
બેઇજિંગ, 7 માર્ચઃ ચીનમાં એક નવા કાયદા હેઠળ જો તમે તમારી સંપત્તિ પર લાગનારા ટેક્સને બચાવવા ઇચ્છતા હોવ તો તમારા સાથીને છૂટાછેડા આપી દો. નવા કાયદાની આ કથિત ખામીનો ફાયદો ઉઠાવવા માટે સરકારની લગ્ન નોંધણીની કચેરીમાં ચીની જોડાઓ છૂટાછેડા લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળી શકે છે.

તાજેતરમાં છૂટાછેડા લઇને પોતાના પતિથી અલગ થવા જઇ રહેલી મહિલાએ એક એજન્સીને જણાવ્યું કે હવે તે પોતાની સંપત્તિ બચાવવા માટે જઇ રહી છે. ચીનની કેન્દ્ર સરકારે ઘરોની કિંમત ઘટાડવાના ઉદ્દેશ્યથી શુક્રવારે કેટલાક નવા નિયમો લાગુ કરવાની ઘોષણા કરી. નવા નિયમ અનુસાર રહેવાસી મકાન વેચીને થનારા લાભ પર 20 ટકા ટેક્સ આપવો પડશે.

જો કે, નવા નિયમના એક પ્રાવધાનનો ઉપયોગ કરીને ટેક્સ આપવાથી બચી શકાય છે. જે હેઠળ જો તમે કોઇ દંપત્તિ પાસે બે સંપત્તિ હોય અને તે છૂટાછેડા લઇ લે તો તેઓ એક-એક સંપત્તિ પોતાના નામ પર કરાવી શકે છે તો તેને વેચવા પર કોઇ ટેક્સ નહીં લાગે અને આ જોડું બીજી વખત લગ્ન કરી શકે છે.

માહિતી અનુસાર ટેક્સ બચાવવા માટે છૂટાછેડા લેનારામાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. લગ્ન નોંધણીની ઓફિસના એક અધિકારીના હવાલાથી ચીનના સમાચારપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એ મહિલાએ મને કહ્યું કે સંપત્તિ વેચવાથી થનારા લાભ પર લાગનારા ટેક્સથી બચવા માટે મે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. હું તેને કંઇના કહીં શક્યો. અન્ય એક અધિકારીએ કહ્યું કે, નવા નિયમ બાદ છૂટાછેડા લેનારાઓની સંખ્યામાં બેગણો વધારો થઇ ગયો છે.

English summary
A hefty tax on sale of property in China has triggered a slew of divorces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X