For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સરબજીત સિંહ મુદ્દે વિરોધ પ્રદર્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sarabjit-singh
ન્યૂયોર્ક, 6 મે: ઇન્ડિયન નેશનલ ઓવરસીઝ કોંગ્રેસ (આઇએનઓસી)ના સભ્યોએ ભારતીય નાગરિક સરબજીત સિંહની પાકિસ્તાનમાં કરવામાં આવેલી હત્યા વિરૂદ્ધ અહીં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસ બહાર પ્રદર્શન કર્યું હતું. આઇએનઓસીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શુદ્ધ પ્રકાશ સિંહના નેતૃત્વમાં સંગઠનના સભ્યોએ પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લગભગ બે કલાક સુધી પાકિસ્તાન વિરૂદ્ધ નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓએ બેનર પકડેલા હતા જેના પર લખ્યું હતું કે 'પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવું જોઇએ'' ''સરબજીત સિંહના હત્યારાઓને સજા આપો'' અને ''સરબજીત સિંહની હત્યા, માનવતાની હત્યા''.

શુદ્ધ પ્રકાશ સિંહે પ્રદર્શનકારીઓને સંબોધિત કરતાં સરબજીત સિંહના હત્યાનું કારણ બંને દેશો વચ્ચે મિત્રતા વધારવાની પ્રક્રિયાને અટકાવી દિધી છે અને પાકિસ્તાની સરકારને જેલમાં બંધ કેદીની તેની તરફથી પ્રાયોજીત હત્યાની જવાબદારી જેવી જોઇએ.

તેમને કહ્યું હતું કે હજારો ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે અને અમે નિર્દોષ લોકોની સુરક્ષા અને તેમને જલદી મુક્ત કરવાની માંગણી કરી રહ્યાં છે. શુદ્ધ પ્રકાશ સિંહે ''પાકિસ્તાનમાં થઇ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુધી લઇ જવો જોઇએ.'' પાકિસ્તાનની કોટ લખપત જેલમાં બંધ સરબજીત સિંહ પર કેટલાક કેદીઓએ નિર્દયતા પૂર્વક હૂમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થતાં ગત અઠવાડિયે તેનું મોત નિપજ્યું હતું.

English summary
Members of INOC have staged a demonstration outside the Pakistani Consulate here to protest against the brutal killing of Indian prisoner Sarabjit Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X