For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનક

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભયાનક ગણાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભયાનક ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે અમને આ અંગેના ઘણા પ્રકારના રિપોર્ટ મળ્યા છે. ટૂંક સમયમાં અમે આના પર અધિકૃત નિવેદન આપીશુ. પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે જો દક્ષિણ એશિયાના બંને પડોશી એકસાથે આવી જાય તો ઘણુ સારુ થશે.

આપશે અધિકૃત નિવેદન

આપશે અધિકૃત નિવેદન

ટ્રમ્પે કહ્યુ કે મે આ ઘટના પર ઘણા રિપોર્ટ જોયા છે. અમે આના પર યોગ્ય સમયે અધિકૃત નિવેદન આપીશુ. જો બંને દેશો સાથે આવી જાય તો સારુ રહેશે. ટ્રમ્પે કહ્યુ કે આ આતંકી હુમલો ઘણો ભયાનક અને ભીષણ છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સલાહકાર જૉન બોલ્ટને કહ્યુ હતુ કે ભારતે પોતાની સુરક્ષા કરવાનો પૂરો અધિકાર છે. પુલવામા આતંકી હુમલા બાદ બોલ્ટને ભારતના એનએસએ અજીત ડોવાલ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને આતંકવાદ સામે સાથે લડવાનો ભરોસો આપ્યો હતો.

40 જવાન થયા હતા શહીદ

40 જવાન થયા હતા શહીદ

તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલા બાદ સીઆરપીએફના 40 જવા શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ સેનાએ પુલવામામાં આતંકીઓ સાથે એનકાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના હાઈ કમાન્ડરને ઠાર મારી દીધો હતો. એનકાઉન્ટરમાં સેનાના જૈશના હાઈ કમાન્ડર આતંકી ગાઝી અબ્દુલ રાશિદ અને કામરનાને ઠાર માર્યો હતો. જાણકારી અનુસાર ગાઝીએ જ સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલામાં શામેલ આદિલ અહમદ ડારને ટ્રેનિંગ આપી હતી.

ગાઝી હતો હુમલાનો માસ્ટર માઈન્ડ

ગાઝી હતો હુમલાનો માસ્ટર માઈન્ડ

પુલવામાના અવંતિપોરામાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ડાર નહિ પરંતુ પાકિસ્તાનના જૈશ આતંકી ગાઝી અબ્દુલ રાશિદ જ હતો. ગાઝીએ જ ડારને હુમલા માટે ટ્રેનિંગ આપી અને તેને આઈઈડીમાં એક્સપર્ટ બનાવ્યો. સુરક્ષા એજન્સીઓની માનીએ તો ગાઝી એક આઈઈડી એક્સપર્ટ છે અને તેણે જ પૂરા હુમલાને અંજામ સુધી પહોંચાડ્યો. ગાઝી રાશિદ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની મધ્યમાં કાશ્મીરમાં પ્રવેશ્યો હતો.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

English summary
Pulwama Attack: Donald Trump says attack was horrible urges to India Pak get along.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X