રાજનાથનો કોંગ્રેસને પડકાર, 'જાહેર કરે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર!'
ન્યૂયોર્ક, 26 જુલાઇ : ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે કોંગ્રેસને આજે ચેતવણી આપી છે કે તે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરે. તેમણે ભારત-અમેરિકા ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને સંબોધિત કરતા જણાવ્યું કે 'શું કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી કરતા પહેલા પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવાની હિમ્મત છે? તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીમાં આ પદ માટે ઘણા ઉમેદવાર છે - સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ અને ઘણા છૂપા રુસ્તમ.'
સિંહે જણાવ્યું કે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા ભ્રમિત છે કે જો તેમની પાર્ટી સત્તામા પાછી આવી તો હવે પ્રધાનમંત્રી કોઇ હશે? તેમણે જણવ્યું કે તેમની પાર્ટી ચૂંટણી અભિયાન સમિતિની પસંદગીમાં લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન કરે છે અને તેમાં સર્વસમ્મતિ બને છે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં તાનાશાહી છે.

તેમણે જણાવ્યું કે 'આર્થિક સ્થિતિ પર વિશેષજ્ઞોની મદદથી ભાજપ વિઝન દસ્તાવેજ લાવશે અને આવનાર મહીનાના અંત સુધી સાર્વજનિક કરવામાં આવશે. દસ્તાવેજમાં અમે આધારભૂત સંરચના, ભારે અભિયાંત્રિકી, નિર્માણ, ઉર્જા અને ટેકનીકના ક્ષેત્રમાં કરવામાં આવનાર કાર્યોને જાહેર કરીશું.' તેમણે જણાવ્યું કે આ તથ્ય છતાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતને કોઇ ટાળી શકશે નહીં, ભારત આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
