રાજનાથે આપ્યા સંકેત, મોદી હશે પીએમ પદના ઉમેદવાર!

ન્યુયોર્ક, 21 જુલાઇઃ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે એક રીતે જોઇએ તો સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો 2014માં સામાન્ય ચૂંટણી બાદ ભાજપ સત્તા પર આવશે તો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. રાજનાથ સિંહે કહ્યું કે, મોદી ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અને પુર્વથી લઇને પશ્ચિમ સુધી લોકપ્રીય છે. હાલના સમયે રાષ્ટ્રીય દમ ધરાવતા તે એકમાત્ર નેતા છે. તેમની લોકપ્રિયતા ચૂંટણીમાં પાર્ટીને મદદ કરશે. અમેરિકામાં પત્રકારો સાથે વાતચીત કરતા રાજનાથે પોતાને પીએમ પદના ઉમેદવારની રેસમાંથી બહાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, મારું કામ માત્ર 2014ની ચૂંટણીમાં જીત અપાવવાનું છે.

રાજનાથ સિંહે એવો પણ દાવો કર્યો કે, ચૂંટણી નજીક આવવી અને ચૂંટણી પછી પણ વધુ સહોયોગી પાર્ટીઓ સાથે જોડાણ કરવામાં આવશે, સાથે જ તેમણે એમપણ કહ્યું કે, ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં રામ જન્મભૂમિ વિવાદના બદલે વિકાસાત્મક મુદ્દો વધું મહત્વપૂર્ણ હશે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, એ જરૂરી નથી કે પાર્ટી અધ્યક્ષમાં ભીડ એકઠી કરવાની ક્ષમતા હોવી જોઇએ અને તે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોવા જોઇએ. પાર્ટીનું કામ કરવાની જવાબદારી મારી પાસે છે. મારે કામ કરવું છે અને એ કામ છે 2014ની ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવી.

rajnath-singh
ન્યૂયોર્ક અને વોશિંગટનની પોતાની પાંચ દિવસની યાત્રીની શરૂઆત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ચૂંટણીને મહિનાઓ બાકી છે ત્યારે મે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. તેમા અનોખી વાત શું છે, અમે મોદીને એવી જ રીતે નિયુક્ત કર્યા છે, જેવી રીતે અન્ય પાર્ટી કરે છે. તેમાં કેવા વિચારો રજૂ કરવામાં આવી રહ્યાં છે, મે તેમની છબી, લોકપ્રિયતા અને પાર્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને તેમને પ્રચાર પ્રમુખ બનાવ્યા છે.

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું આ બધા સંકેત મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોવા તરફ ઇશારા કરે છે, તો રાજનાથ સિંહે કહ્યું કે, તેમાં બેમત નથી કે મોદી હાલના સમયે ભારતના સૌથી લોકપ્રિય નેતા છે. તે માત્ર ગુજરાતમાં જ નહી ં પરંતુ તમિળનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ લોકપ્રિય છે. ઉત્તરથી લઇને દક્ષિણ અને પૂર્વથી લઇને પશ્ચિમ સુધી. રાષ્ટ્રીય દમ ધરાવતા તે એકમાત્ર નેતા છે. તેની લોકપ્રિયતા ચૂંટણીમાં પાર્ટીને મદદરૂપ સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X