For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર મુદ્દે ઉકેલ લાવવાના સહયોગ માટે તૈયાર છું: બાન કી મૂન

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર, 9 ડિસેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ બાન કી મૂને ભારત અને પાકિસ્તાનથી અનુરોધ મળવા પર કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં તેમનો સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને બંને સાથે એક એવા કરાર પર પહોંચવા માટે વાતચીત કરવાનું આહ્વાન કર્યું છે, જે તેમના અને આ ક્ષેત્રના સુરક્ષા હિતોને પૂર્ણ કરે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે જણાવ્યું કે જેમકે હું પહેલા પણ કહી ચૂક્યો છું કે જો બંને દેશ અનુરોધ કરે તો હું આ મુદ્દાના ઉકેલ માટે સહયોગ કરવા માટે તૈયાર છું. તેમણે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે વાતચીતની જરૂરિયાત પર ભાર આપતા જણાવ્યું કે, હું એક વાર ફરી સરકારોને વાતચીત કરવા અને વિશ્વાસ મેળવવા પ્રોત્સાહિત કરું છું જેથી કાશ્મીર પર સમજૂતી થાય અને તે બંને દેશો અને આ વિસ્તારની સુરક્ષા હિતોને પૂર્ણ કરે.

ban ki moon
તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયામાં કાશ્મીરીઓને સાથે લેવા અને તેમના અધિકારોનું સન્માન કરવાની જરૂરીયાત છે. તેઓ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને બંને દેશોની વચ્ચે હાલના તણાવને લઇને તેમના અધિકારીઓના સંપર્કમાં છે.

પાકિસ્તાન દ્વારા ભારતીય સૈન્ય ચૌકિઓ અને ગામોને નિશાનો બનાવવાથી ઘણા ભારતીય નાગરિક માર્યા ગયા અને ઘણા અન્ય ઘાયલ થયા. પાકિસ્તાનનું કહેવું છે કે તેને પણ નાગરિક મોર્ચા પર નુકસાન ઉઠાવવું પડ્યું.

ભારત અને પાકિસ્તાન સંયુક્ત મહાસભામાં વાકયુદ્ધમાં સામેલ રહ્યા છે. આ વિશ્વ સંસ્થામાં કાશ્મીર અંગે પાકિસ્તાનની ટિપ્પણી ભારતને ખૂબ જ જરા પણ છાજે એવી ન્હોતી.

પાકિસ્તાનના વડાપ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજે સીમા પર તણાવને લઇને બાન કી મૂનને પત્ર લખ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી.

English summary
UN chief Ban Ki-moon has expressed readiness to engage with India and Pakistan in resolving the Kashmir issue if requested by both and asked them to resume talks to reach an agreement that would serve their security interests as well as that of the region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X