For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન કોંગ્રેસમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ ચૂંટાઇ

|
Google Oneindia Gujarati News

us-congress
વૉશિંગ્ટન, 9 નવેમ્બર : અમેરિકામાં તાજેતરમાં યોજાઇ ગયેલા ચૂંટણીઓના પરિણામોના વિશ્‍લેષણો શરૂ થઇ ચૂકયાં છે. એક રસપ્રદ વિશ્વેષણ મુજબ આ વખતની 113મી અમેરિકન ક્રોંગ્રેસમાં ચૂંટાઇ આવેલી મહિલાઓનું પ્રમાણ વિક્રમ સર્જક છે.

વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશમાં મહિલા પ્રતિનિધિઓનું પ્રમાણ આ વર્ષે વધ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૪૩૫ બેઠકોવાળી અમેરિકન કોંગ્રેસમાં 81 મહિલાઓ ચૂંટાઇ આવી છે. જ્યારે 100 સભ્યોવાળી અમેરિકન સેનેટમાં 20 મહિલાઓ ચૂંટાઇ આવેલી છે. મહિલાઓની આ સંખ્યા અત્‍યારસુધીમાં મહિલા સેનેટરની સંખ્‍યા મુજબ સૌથી વધારે છે. 112મી અમેરિકન કોંગ્રેસમાં ચૂંટાઇ આવેલી મહિલા સભ્યોની સંખ્યા 89 જેટલી હતી.

ઉલ્લેખનીય છે કે આ ચૂંટાયેલી મહિલાઓમાં ભારતીય મૂળના પણ એક મહિલા તુલસી ગબ્બાર્ડનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સતત બીજી ટર્મ માટે ચૂંટાયેલા બરાક ઓબામાએ ચૂંટાવા બદલ તુલસીને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 6 નવેમ્બરે યોજવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રપતિનો શપથ વિધી સમારોહ 21 જાન્યુઆરીએ યોજાશે.

English summary
Record number of women elected to US Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X