એક એવું રેસ્ટોરાં જેને ચલાવે છે રોબોટ

ચીનમાં આવેલા આ રેસ્ટોરાંમાં 18 પ્રકારના રોબોટ રાખવામાં આવ્યા છે. જેમાં કેટલાક રોબોટનું કામ માત્ર ખાવાનું બનાવવાનું છે, તો કેટલાક રોબોટનું કામ ગ્રાહકો સુધી ખાવાનું પહોંચાડવાનું છે.
સમચાર પત્ર ડેલી મેલમાં છપાયેલા એક અહેવાલ અનુસાર એક રોબોટને રિસેપ્શન પર પણ ઉભો રાખવામાં આવ્યો છે. ગ્રાહકો જેવા રેસ્ટોરાંમાં આવે છે, તે આવનારા ગ્રાહકોને કહેં છે કે, હેલો, આપનું રોબોટ રેસ્ટોરામાં સ્વાગત છે અને જ્યારે ગ્રાહક ખાવાનું ખાઇ રહ્યાં હોય છે ત્યારે એક રોબોટ ગીત ગાયને તેમનું મનોરંજન પણ કરે છે. આ રોબોટને એક ચાઇનીઝ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્ય એન્જીનીયર લિયૂ હશેંગે જણાવ્યા પ્રમાણે આ રોબોટ રેસ્ટોરાંને બનાવવામાં 80 લાખ ડોલરની રકમ ખર્ચવામાં આવી છે. બે કલાક સુધી ચાર્જ કર્યા બાદ આ રોબોટ પાંચ કલાક સુધી કામ કરી શકે છે.












Click it and Unblock the Notifications
