For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યુ, જાણો શું છે પુરી ઘટના!

ભારતના તેના બન્ને પડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથે મોટા વિવાદ ચાલી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન સાથે પીઓકે અને કશ્મીરને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે તો બીજી તરફ ચીન સાથે અક્સાઈ ચીન સાથે મોટા સતત મોટા વિવાદ ચાલી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના તેના બન્ને પડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથે મોટા વિવાદ ચાલી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન સાથે પીઓકે અને કશ્મીરને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે તો બીજી તરફ ચીન સાથે અક્સાઈ ચીન સાથે મોટા સતત મોટા વિવાદ ચાલી રહ્યા છે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતના જૂના મિત્રએ અક્સાઈ ચીન અને પીઓકે ભારતનો ભાગ હોવાનું જણાવ્યુ છે. પાકિસ્તાન કશ્મીરને લઈને દુનિયાભરમાં ખોટો હલ્લો કરી રહ્યું છે ત્યારે રશિયાએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોનો નકશો જાહેર કર્યો છે. જેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવ્યો છે.

ચીનને રશિયાની લપડાક

ચીનને રશિયાની લપડાક

કશ્મીર અને પીઓકે વિવાદ વચ્ચે રશિયન ન્યૂઝ એજન્સી સ્પુટનિકે એક ઇન્ફોગ્રાફિક જારી કર્યુ છે. આ ઈન્ફોગ્રાફિક્સમાં પીઓકે, અક્સાઈ ચીન અને અરૂણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવ્યા છે. ચીન અને પાકિસ્તાન સાથે મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રશિયાના આ પગલાએ ભારતનો દાવો મજબુત કર્યો છે.

પીઓકે, અક્સાઈ ચીન અને અરૂણાચલ ભારતનો ભાગ

પીઓકે, અક્સાઈ ચીન અને અરૂણાચલ ભારતનો ભાગ

અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન અને ચીન પણ SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશના સભ્ય દેશ છે. આ વાતની પરવા કર્યા વગર રશિયન એજન્સીએ આ પગલું ભર્યું છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ આઝાદીથી લઈને અત્યારસુધ પાકિસ્તાન PoK પર દાવો કરી રહ્યું છે. હવે રશિયાએ પીઓકેને ભારતીય ક્ષેત્ર તરીકે સ્વીકાર્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

ચીન અને પાકિસ્તાન દાવા કરી રહ્યા છે

ચીન અને પાકિસ્તાન દાવા કરી રહ્યા છે

આ પહેલા ચીને પણ SCOનો નકશો જાહેર કર્યો હતો અને તેણે નકશામાં ભારતના કેટલાક વિસ્તારોનો પોતાનો હિસ્સો દર્શાવ્યો હતો. હવે રશિયન એજન્સીએ સાચો નકશો દર્શાવીને ચીન અને પાકિસ્તાનને અરીસો દેખાડ્યો છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, SCOના સ્થાપક સભ્યોમાંથી એક હોવાને કારણે રશિયાએ નકશાને યોગ્ય રીતે દર્શાવીને એક પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. રશિયન એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા નકશાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અને SCOમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારતની સ્થિતિ વધુ મજબૂત કરી છે.

જર્મનીએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો

જર્મનીએ પાકિસ્તાનનો સાથ આપ્યો હતો

તાજેતરમાં જ પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે ટ્વિટર પર આ વિસ્તારને આઝાદ કાશ્મીર ગણાવ્યો હતો. થોડા દિવસો પછી જર્મનીએ પણ કાશ્મીર વિવાદના ઉકેલમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાના પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. જો કે સોવિયત યુનિયન અને પછી રશિયાએ 1947 થી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે અને ભારત વિરોધી ઠરાવોને રોકવા માટે યુએનએસસીમાં વીટોનો ઉપયોગ કર્યો છે.

English summary
Russia considered PoK and Aksai China as part of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X