For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ ક્રીમિયા વિસ્ફોટનો લીધો બદલો, કીવમાં 75 મિસાઇલ છોડી, 12 લોકોના મોત

ક્રીનિયા પુલ વિસ્ફોટનો બદલો લેવા માટે સોમવારના રોજ યુક્રેનની રાજધાની કીવ સહિત અલગ-અલગ શહેરમાં મિસાઇલથી ઘણા હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલામાં અંદાજે 12 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

Russia Ukraine War : ક્રીનિયા પુલ વિસ્ફોટનો બદલો લેવા માટે સોમવારના રોજ યુક્રેનની રાજધાની કીવ સહિત અલગ-અલગ શહેરમાં મિસાઇલથી ઘણા હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલામાં અંદાજે 12 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા હતા. કીવના મેયર વિતાલી ક્લિત્ચેકોના કીવના શેવચેંકોમાં વિસ્ફોટક થવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

Russia Ukraine War

જે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેસ્કિએ પણ મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં ઘણા હુમલાઓ થયા હતા. જેમાં ઘણા લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે, કીવમાં ગત ઘણા દિવસોથી શાંતિપૂર્ણ વાતાવરણ હતું. જે બાદ 10 ઓકટોબરના રોજ રશિયાએ 75 મિસાઇલ યુક્રેન પર છોડી હતી.

પુતિને આપી આકરી પ્રતિક્રિયા

નોંધનીય છે કે, શનિવારના રોજ રશિયા અને ક્રીમિઆને જોડતા પુલ પર એક ટ્રકમાં રાખેલા વિસ્ફોટકોમાં આગ લાગી હતી, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે પુલનો અડધો ભાગ દરિયામાં પડી ગયો હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રીમિયન બ્રિજ વિસ્ફોટ માટે યુક્રેનની ગુપ્ત સેવાઓને જવાબદાર ઠેરવી અને તેને "આતંકવાદી કૃત્ય" તરીકે વખોડી કાઢ્યું હતું.

આ સાથે પુતિને જણાવ્યું હતું કે, આ હુમલાનો હેતુ રશિયન નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો હતો. જોકે, યુક્રેને વિસ્ફોટની જવાબદારી લીધી ન હતી, પરંતુ માનવામાં આવી રહ્યું હતું કે, પુતિન આ હુમલાનો બદલો ચોક્કસથી લેશે.

રશિયા માટે મહત્વપૂર્ણ છે આ પુલ

ઉલ્લેખનીય છે કે, રશિયા માટે ક્રિમિયાનો પુલ લોજિસ્ટિક્સ સપ્લાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રશિયા આ માર્ગ દ્વારા યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોને શસ્ત્રો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડે છે.

બ્રિજ તૂટી પડવાથી રશિયા સમક્ષ પડકાર એ હતો કે, તે સૈનિકોને કેવી રીતે લોજિસ્ટિક્સ મોકલશે, પરંતુ રશિયાનું કહેવું છે કે, બ્રિજનો અમુક ભાગ કામમાં આવી શકે છે.

English summary
Russia Fired 75 Missiles at Kyiv in Russia Ukraine War
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X