For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન સામે રશિયાએ લૉન્ચ કર્યુ 'ઑપરેશન Z', રાષ્ટ્રપતિ પુટિનના પહેલા વારથી જ યુક્રેન થશે ધરાશાયી?

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે લાગે છે કે અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે અને હવે રશિયાએ છેવટે હુમલાની પૂરી તૈયારી કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

કીવ/મૉસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હવે લાગે છે કે અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે અને હવે રશિયાએ છેવટે હુમલાની પૂરી તૈયારી કરી લીધી છે. યુક્રેન સંકટ વચ્ચે હવે રશિયાએ 'ઑપરેશન Z'લૉન્ચ કરી દીધુ છે અને આ સાથે રશિયાના વિધ્વંસકર બખ્તરબંધ તોપો અને ટેન્કોનો કાફલો યુક્રેનની સીમા તરફ આગળ વધી રહ્યો છે. રશિયા કોઈ પણ સ્થિતિમાં પશ્ચિમી દેશોને એક પળ માટે પણ શાંત થવા દેવા માંગતુ નથી અને રશિયાના 'ઑપરેશન Z'એ અમેરિકા અને પશ્ચિમી દેશોને ખૂબ જ પરેશાન કરી દીધા છે.

શું છે રશિયાનુ 'ઑપરેશન Z'

શું છે રશિયાનુ 'ઑપરેશન Z'

બ્રિટિશ વર્તમાનપત્ર ડેલી મેલના રિપોર્ટ મુજબ યુક્રેન તરફથી જે બખ્તરબંધ તોપ આગળ વધી રહ્યા છે એ તોપો ઉપર Z લખ્યુ છે અને એવી સંભાવના છે કે આ તોપોને કોઈ ખાસ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ Z માત્ર તોપો પર જ નથી લખ્યુ પરંતુ રશિયન સૈનિકોની બંદૂકો, ટ્રકો અને લૉજિસ્ટિક સપ્લાય કરતી ગાડીઓ પર પણ Z લખેલુ છે. માટે એ વાતની પૂરી સંભાવના છે કે રશિયાનુ આ 'ઑપરેશન Z'કોઈ ખાસ મિશનને અંજામ આપવા માટે છે. ડેલી મેલના રિપોર્ટ મુજબ Z લખેલી તોપો અને રશિયાના સૈનિકોને યુક્રેનની સીમા પાસે સ્થિતિ કસ્ક્ર પાસે બેલેગોરોદમાં જોવામાં આવ્યા છે અને ઓછામાં ઓછી 200 તોપ ત્યાં હાજર છે.

મળી ચૂક્યા છે આક્રમણના આદેશ

યુક્રેનની સીમા પાસે માત્ર અમુક સો મીટરના અંતરે આવી ચૂકેલ રશિયન સૈનિકોને લઈને અમેરિકી ખુફિયા સૂત્રોએ કહ્યુ છે કે જમીન પર રશિયન કમાંડરોને પહેલેથી જ કીવ પર આક્રમણ કરવાના આદેશ મળી ચૂક્યા છે અને તે હવે આના પર વિશિષ્ટ યુદ્ધ યોજના બનાવી રહ્યા છે કે એ કેવી રીતે હુમલો કરશે. વળી, અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ છે કે રશિયાએ પોતાના પારંપરિક સૈનિકોમાંથી લગભગ 75 ટકા સૈનિકોને યુક્રેનની સીમા પર તૈનાત કરી દીધા છે અને અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યુ છે કે 'હવે અમે આક્રમણની કગાર પર છે.'

કઈ રીતે હુમલો કરશે રશિયા?

કઈ રીતે હુમલો કરશે રશિયા?

સીબીએસ ન્યૂઝના રિપોર્ટ મુજબ એવુ માનવામાં આવી રહ્યુ છે કે જમીની સૈનિકો દ્વારા યુક્રેની શહેરો અને કસ્બાઓ પર કબ્જો કરવાના પ્રયાસ પહેલા અને મિસાઈલ તેમજ હવાઈ હુમલાના અભિયાનને શરુ કરતા પહેલા, રશિયા સાઈબર હુમલા સાથે આક્રમણ શરુ કરશે. ખુફિયા એજન્સીઓ પાસે એવા રિપોર્ટ છે કે રશિયાના સૈનિકોના એ ટૂકડા, જે સૌથી પહેલા યુક્રેનમાં હુમલા કરવા માટે દાખલ થશે, તેમની પાસે એટલી ક્ષમતા છે કે તે હુમલો કર્યા બાદ યુક્રેનના વધુને વધુ હિસ્સા પર ઓછામાં ઓછા સમયમાં કબ્જો જમાવી શકે છે. આ સાથે જ બેલારુસ સંપૂર્ણપણે રશિયા સાથે ઉભુ છે અને બેલારુસના તાનાશાહ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેંકો, જેમને પુતિનના 'ચેલા' માનવામાં આવે છે, તે બેલારુસમાં રશિયન ઑપરેશનને જોઈ રહ્યા છે અને રશિયાની સેના બેલારુસની અંદર યુદ્ધાભ્યાસ કરી રહીય છે. રિપોર્ટ છે કે ઓછામાં ઓછા 30 હજાર રશિયન સૈનિક બેલારુસના રસ્તે યુક્રેન પર હુમલો કરી શકે છે.

આક્રમણ કરવા માટે તૈયાર દોઢ લાખ સૈનિક

આક્રમણ કરવા માટે તૈયાર દોઢ લાખ સૈનિક

અમેરિકાના એક મોટા ખુફિયા અધિકારીએ સીએમએનને જણાવ્યુ કે યુક્રેનની સીમા પર રશિયાના લગભગ દોઢ લાખ સ્ટ્રાઈક સૈનિક હાજર છે જેમની પાસે યુદ્ધ વિમાન, વિધ્વંસક હથિયાર, 500 લડાકૂ અને બૉમ્બ વર્ષક વિમાન હાજર છે અને તે ઘણા અસામાન્ય છે. રશિયાની આ આક્રમકતાને જોઈને વૉશિંગ્ટનનુ માનવુ છે કે હવે રશિયા પાછળ હટવાનુ નથી અને તે કોઈ પણ હાલમાં હુમલો કરીને જ રહેશે. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર બૉમ્બમારો કરવાનો પણ આરોપ લગાવીને તેમની સામે ગુનાહિત કેસ દાખલ કર્યો છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ બધુ રશિયાના 'ફૉલ્સ ફ્લેગ ઑપરેશન'નો જ હિસ્સો છે.

'પૂરી તાકાતથી હુમલો કરશે રશિયા'

'પૂરી તાકાતથી હુમલો કરશે રશિયા'

અમેરિકા ઉપરાંત નાટોએ પણ કહ્યુ છે કે રશિયા પૂરી તાકાતથી યુક્રેન પર હુમલો કરશે. વળી, અમેરિકી ખુફિયા એજન્સીઓના જણાવ્યા મુજબ રશિયા પાસે ઓછામાં ઓછી 460 બટાલિયન છે જેમાંથી તેણે લગભગ 120 બટાલિયનને યુક્રેનની સીમા પર 38 મીલની અંદર તૈનાત રાખી છે અને આ આંકડો રશિયાના લડાકૂ સૈન્ય એકમોના 75 ટકા છે. વળી, અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ છે કે અલગાવવાદી તાકાતો સાથે મળીને રશિયાના સૈનિકોની સંખ્યા યુક્રેનની આસપાસ લગભગ 190,000 સુધી હોઈ શકે છે. આ ઉપરાંત રશિયાની 50માંથી 35 વાયુ રક્ષા બટાલિયન પણ યુક્રેન સામે તૈનાત છે. આ ઉપરાંત, અમેરિકનુ અનુમાન છે કે લગભગ 500 લડાકૂ-બૉમ્બવર્ષક વિમાન યુક્રેનની સીમાની અંદર છે, સાથે જ 50 મધ્યમથી ભારે બૉમ્બવર્ષક વિમાનોને પણ યુક્રેનની સીમા પર તૈનાત કરવામાં આવ્યા છે.

માત્ર યુક્રેન નથી પુતિનનુ લક્ષ્ય

માત્ર યુક્રેન નથી પુતિનનુ લક્ષ્ય

વળી, બ્રિટિશ પ્રધાનમંત્રીએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે તે ઈચ્છે છે કે લોકો 'માનવ જીવનની ભારે કિંમતને સમજે'. તેમણે કહ્યુ કે જો યુક્રેન પર રશિયા હુમલો કરશે તો માત્ર યુક્રેનમાં જ લોકો નહિ મરે પરંતુ રશિયાના લોકો પણ મરશે. બંને પક્ષોના લોકો આ યુદ્ધમાં માર્યા જશે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિવાર્તામાં શામેલ થવાનો આગ્રહ કર્યો છે. આ દરમિયાન બ્રિટનના વિદેશ સચિવ, લિઝ ટ્રસે એક અલગ ઈન્ટરવ્યુમાં કહ્યુ કે વ્લાદિમીર પુતિન યુક્રેનમાં નહિ અટકે. તેમનો ઈશારો એ હતો કે યુક્રેન પર હુમલો કરવો અને તેને જીત્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ સોવિયેત સંઘમાં શામેલ રહેલા બીજા દેશોને પણ જીતવાની કોશિશ કરશે.

નાટોનુ સભ્ય નથી યુક્રેન

નાટોનુ સભ્ય નથી યુક્રેન

તમને જણાવી દઈએ કે યુક્રેન નાટોનુ સભ્ય નથી અને ગઠબંધન પાસે ત્યાં કોઈ તાકાત નથી પરંતુ 1990ના દશક બાદથી તેણે કીવમાં બે કાર્યાલય બનાવી લીધા. યુક્રેનમાં નાટોનુ એક સંપર્ક કાર્યાલય અને એક નાટો સૂચના અને દસ્તાવેજીકરણ કેન્દ્ર છે. સંપર્ક કાર્યાલયનુ કામ યુક્રેનના સંરક્ષણ ક્ષેત્રના લોકતાંત્રિક પરિવર્તનને પ્રોત્સાહિત કરીને નાટો અને યુક્રેનની સરકાર વચ્ચે સંવાદ જાળવી રાખવાનો છે. નાટોની વેબસાઈટ અનુસાર આમાં નાટો સૈન્ય અને નાગરિક કર્મીઓની મિશ્રિત ટીમનુ નેતૃત્વ કરનાર એક નાગરિક પ્રમુખ શામેલ હતો. અંતિમ વાર 2016માં અપડેટ કરવામાં આવેલ વેબ પેજ પર લખ્યુ છે કે યુક્રેન સ્થિત નાટોના કાર્યાલયમાં કુલ 16 કર્મચારી હતા.

English summary
Russia has launched Operation Z against Ukraine. Russian artillery and tanks are moving towards the Ukrainian border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X