'ભારતના દુશ્મનને હથિયાર નહીં આપે રશિયા'

શું રશિયા પાકિસ્તાનને પણ હથિયારો વેચશે એવા એક પ્રશ્નના જવાબમાં રોગોઝિને કહ્યું કે ' તમારે સમજવું જોઇએ કે અમે તમારા દુશ્મન દેશની સાથે સોદો નથી કરતા.. અને તમને એવું લાગે ત્યારે તમે મારા મોઢા પર થૂંકી નાખજો' તેમણે જણાવ્યું કે રશિયાને ભારતને હથિયાર આપવામાં કોઇ પ્રતિબંધ નથી કારણ કે અમારા સંબંધોમાં કોઇ વિરોધાભાસ નથી.
તેમણે જણાવ્યું કે 'બીજા દેશોની સરખામણીમાં અમે ક્યારેય ભારતની સરહદો પર ક્યારેય સમસ્યા પેદા કરી નથી, કારણ કે ભારત મિત્ર દેશ હોવાનો રશિયાને રાજનૈતિક લાભ છે.' રશિયન નેતાએ જણાવ્યું કે 'રશિયા છ ટન વજન ઉઠાવનાર વિમાન અને યુદ્ધક ટેન્કના નિર્માણમાં ભારત સાથે સહયોગ કરવા માટે તૈયાર છે.'












Click it and Unblock the Notifications
