For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા પૂર્વીય યુક્રેનમાં સેના મોકલશે, UNએ આપાતકાલીન બેઠક બોલાવી

રશિયા પૂર્વીય યુક્રેનમાં સેના મોકલશે, UNએ આપાતકાલીન બેઠક બોલાવી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગતરાત્રે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, રશિયન સેના પૂર્વ યુરોપમાં દાખલ થશે અને અલગતાવાદી ક્ષેત્રોમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગતરાત્રે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું

રાષ્ટ્રપતિના આદેશાનુસાર રશિયન સેનાઓ લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.

રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનનાં બે અલગતાવાદી વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી દીધી છે. તેમનું નિયંત્રણ રશિયા સમર્થિત અલગતાવાદીઓ કરી રહ્યા છે.

પુતિને યુક્રેનની નિંદા કરતાં કહ્યું કે, "ત્યાં એક કઠપૂતળી શાસન છે અને યુક્રેન અમેરિકાની કૉલોની બની ગયું છે."

તેમણે દાવો પણ કર્યો હતો કે, "યુક્રેન એક અલગ દેશ હોય તેવો કોઇ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે."

વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તેમણે ઘણા મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.


યુક્રેનની પ્રતિક્રિયા

યુક્રેનના રાષ્ટ્રપતિ

વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેના ગણતરીના કલાકોમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે," રશિયાની કાર્યવાહી યુક્રેનની અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે."

તેમણે કહ્યું કે, "આપણી સીમાઓ પહેલાં જેવી જ છે અને તેવી જ રહેશે. કારણ કે રશિયાનાં નિવેદનોથી કોઈ ફરક નથી પડતો."

જ્યારે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા પર કડક પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

તેમણે કહ્યું કે, "અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન સાથે વૉશિંગ્ટનમાં થનારી મુલાકાત પહેલાં તેમણે તેમની સાથે વાત કરી છે."

ટ્વિટરના માધ્યમથી તેમણે જણાવ્યું કે, “મુખ્ય વિષય – પ્રતિબંધ. હું રશિયાની ગેરકાયેદસર કાર્યવાહીના વિરોધમાં તેમના પર કડક પ્રતિબંધોની માગ કરું છું.”


આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

સૈનિકો

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, "રશિયાનું આ વલણ યુક્રેનની સંપ્રભુતા અને તેમની એકતાનું ઘોર ઉલ્લંઘન છે."

બ્રિટિશ વડા પ્રધાને કહ્યું કે, "રશિયા આમ કરીને આંતરરાષ્ટ્રીય નિયમોને બાજુમાં મૂકી રહ્યું છે. બ્રિટિશ વડા પ્રધાને તેને ખૂબ જ ખોટા અને અંધકાર તરફ લઇ જવાનાં સંકેત ગણાવ્યા."

યુરોપીયન યુનિયને યુક્રેન સાથે ખડેપગે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, "એકજુટતા અને મજબૂતીથી જવાબ આપવામાં આવશે."

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને આ વાતને રદિયો આપ્યો છે કે, રશિયન સેના દોનેત્સ્ક અને લુહાન્સ્કમાં શાંતિ સ્થાપિત કરવાનું કાર્ય કરશે. તેમણે પત્રકારોને આ વાત બકવાસ હોવાનું જણાવ્યું હતું.


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠક

રશિયાની યુક્રેનમાં સેના મોકલવાની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક આપાતકાલીન બેઠક બોલાવી છે જે શરૂ થઈ ગઈ છે.

આ બેઠક ન્યૂયૉર્કમા મંગળવારે સવારે સાડા સાત કલાકે યોજાશે. આ બેઠક ઘણા દેશોનાં અનુરોધ બાદ યોજાવા જઈ રહી છે. યુક્રેને પત્રના માઘ્યમથી માગ કરી છે કે, તેમનો પણ એક પ્રતિનિધિ આ બેઠકમાં શામેલ થાય.

જોકે, યુક્રેન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સદસ્ય દેશોમાં શામેલ નથી પરંતુ રશિયા આ પરિષદનું સ્થાયી સદસ્ય છે અને અન્ય સ્થાયી સદસ્યોની જેમ તેની પાસે પણ વીટો પાવર છે.

એવામાં સ્પષ્ટ નથી કે આ બેઠકનું પરિણામ શું હશે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Russia to send troops to eastern Ukraine, UN calls emergency meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X