For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન વિવાદઃ UNSCમાં ઈમરજન્સી બેઠક, ભારતે બધા પક્ષોને સંયમ રાખવાની કરી અપીલ

યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ન્યૂયૉર્કઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે જે રીતે રશિયાએ ડૉનેસ્ક અને લુહાંસને સ્વતંત્ર દેશની માન્યતા આપી દીધી છે ત્યારબાદ યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં આ મુદ્દાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભારત તરફથી યુએનએસસીમાં સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ ભારતનો પક્ષ રાખ્યો. તેમણે કહ્યુ કે યુક્રેન અને રશિયા વચ્ચે સીમા પર ચાલી રહેલ તણાવ ખૂબ ચિંતાનો વિષય છે. આ તણાવ આ ક્ષેત્રની શાંતિને ભંગ કરી શકે છે. અમે બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ.

unsc

ટીએસ ત્રિમૂર્તિએ કહ્યુ કે અમે એ વાતને લઈને આશ્વસ્ત છીએ કે માત્ર કૂટનીતિક ચર્ચા દ્વારા જ આ મુદ્દાનો ઉકેલ કાઢી શકાય તેમ છે. અમે હાલમાં જ આ ક્ષેત્રમાં ફેરફાર પર ચર્ચા માટે સમય આપવાની જરુરિયાત પર વાત કરી જેનાથી તણાવ ઓછો થઈ શકે. સામાન્ય લોકોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. અહીં 20 હજારથી વધુ ભારતીય છાત્રો અને નાગરિકો રહે છે. આ લોકો યુક્રેનના અલગ-અલગ ભાગોમાં છે જેમાં સીમાના વિસ્તારો પણ શામેલછે. અમારા માટે ભારતીયોની સુરક્ષા સૌથી વધુ પ્રાથમિકતા છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યુ કે અમે બધા પક્ષોને અત્યંત સંયમ રાખવા અને રાજનાયિક પ્રયત્નોને વધુ તેજ કરીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની મહત્વપૂર્ણ જરુરિયાત પર જોર આપીએ છીએ જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે વહેલી તકે એક પારસ્પરિક રીતે સૌહાર્દપૂર્ણ સમાધાન થઈ શકે.

અમેરિકાએ કહ્યુ કે રશિયાનુ આ પગલું યુક્રેનમાં ઘૂસણખોની એક બહાનું છે. અમે અને અમારા સહયોગીઓ સંમત છીએ કે જો રશિયા વધુ ઘૂસણખોરી કરશે તો તેને તાકીદે યોગ્ય આપવો પડશે. હવે કિનારે ઉભા રહેવાનો સમય નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિક ઝેલેન્કીએ રશિયા પર શાંતિ મંત્રણાને બગાડવાનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે સવારે દેશને સંબોધિત કરીને તેમણે સ્પષ્ટ કર્યુ કે તેઓ ક્ષેત્રીય વિસ્તાર અંગે કોઈપણ ક્ષેત્રે સમાધાન નહિ કરે. ઝેલેન્કીએ અગાઉ રશિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે અમે ડરતા નથી. યુક્રેન હજુ પણ પશ્ચિમી દેશના સમર્થનની અપેક્ષા રાખે છે.

તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. રશિયા આજે યુક્રેન પર હુમલો કરે તેવી આશંકા અમેરિકાએ પણ વ્યક્ત કરી છે. બીજી તરફ રશિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેન પ્રાંતના બે અલગ-અલગ ક્ષેત્રોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સ્વઘોષિત ગણરાજ્ય ડૉનેસ્ક અને લુહાંસને અલગ દેશ જાહેર કર્યા છે.

English summary
Russia Ukraine Crisis: India in UNSC emergency meet appeals restraint on all sides
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X