For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનમાં વધી રહ્યો છે રશિયાનો આતંક, રશિયાની સેનાએ કાર પર કર્યુ ઓપન ફાયરિંગ, 2ના મોત

રશિયન સેનાએ કીવ પાસે બુકા જિલ્લામાં એક કાર પર ઓપન ફાયરિંગ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાનો શનિવારે(5 માર્ચ) 10મો દિવસ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રશિયન સેનાએ કીવ પાસે બુકા જિલ્લામાં એક કાર પર ઓપન ફાયરિંગ કર્યુ છે. આ કાર પર રશિયાની સેનાએ ત્યારે ગોળીઓ ચલાવી જ્યારે કારમાં સામાન્ય નાગરિકો સવાર હતા. દૂર્ઘટનામાં 17 વર્ષની એક કિશોરી સહિત બે લોકોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા છે. આ દરમિયાન કીવમાં ફરિયાદી કાર્યાલયે ગુનાહિત કાર્યવાહી શરુ કરી દીધી છે.

ukraine

યુક્રેનના આ શહેરમાં રશિયાની સેનાએ કર્યો ગોળીબાર

આ દરમિયાન યુક્રેનના ઉત્તરપૂર્વી શહેર સુમીમાં સુમી સ્ટેટ યુનિવર્સિટીના સૈન્યની એક ઈમારત પર આજે સવારે રશિયાની સેનાએ ગોળીબાર કર્યો. સુમી ક્ષેત્રીય સૈન્ય પ્રશાસનના પ્રમુખ દિમિત્રો જાયવિત્સ્કીએ જણાવ્યુ, 'યુક્રેનના ઉત્તર પૂર્વી શહેર સુમીમાં સૂમી સ્ટેટ યુનિવર્સિટીની સૈન્ય છાવણીઓની એક ઈમારત પર આજે સવારે રશિયાની સેનાએ ગોળીબાર કર્યો.'

આ શહેરોમાં હવાઈ હુમલાની આપી ચેતવણી

યુક્રેનની રાજધાની કીવમાં ગુરુવારે હવાઈ હુમલાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. નિવાસીઓને સુરક્ષિત ઘરોમાં શરણ લેવાની સલાહ આપવામાં આવી. કીવ ઈંડિપેન્ડન્ટે ટ્વિટ કર્યુ હતુ, 'કીવમાં હવાઈ હુમલાની ચેતવણી છે. નિવાસીઓને નજીકના આશ્રય સ્થાનોમાં જવુ જોઈએ.' પ્રકાશન અનુસાર, માયકોલાઈવ, લ્વીવ, જાઈટૉમિર, ઈવાનો-ફેંકિવસ્ક અને ચેર્નિહાઈવ સહિત ઘણા અન્ય શહેરોને હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.

રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેના 28 બાળકોના મોત, 840 ઘાયલ

યુક્રેનની સરકારે ગુરુવાર(3 માર્ચે) દાવો કર્યો કે 24 ફેબ્રુઆરીએ રશિયાનએ દેશ પર આક્રમણ કર્યા બાદથી અત્યાર સુધી 28 બાળકોના મોત થઈ ચૂક્યા છે. શુક્રવારે(4 માર્ચ)યુક્રેનના એક અધિકારીએ કહ્યુ કે યુદ્ધમાં 840 બાળકો ઘાયલ થયા છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખ ઓલેક્સી ડેનિલોવે યુક્રેની ટેલીવિઝન પર મિલાનની ઘોષણા કરી છે. એસોસિએટેડ પ્રેસના એક રિપોર્ટ મુજબ તેમણે રશિયાની મહિલાઓ અને બાળકોને લડાઈથી બચવા માટે રસ્તો બનાવવાની અપીલ કરી છે.

English summary
Russia Ukraine crisis Russian Army open fire on car with civilians 2 killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X