russia-ukraine war : શાંતિ વાર્તા વચ્ચે રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 14 લોકોના મોત
russia-ukraine war : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ યથાવત છે અને શાંતિ સમજૂતી અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન રશિયાએ ઉત્તર યુક્રેનના ડોબ્રોપિલિ શહેર પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યાના અહેવાલ છે.
આ હુમલા શાંતિવાર્તા વચ્ચે થયા છે. એક તરફ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ રોકવાની વાતો ચાલી રહી છે ત્યારે આ મિસાઈલ હુમલાએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

સમાચારો અનુસાર, આ હુમલામાં 14 લોકોના મોત થયા, જેમાં 5 બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલામાં આઠ બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ છે અને 30 જેટલા વાહનો નાશ પામ્યા છે.
રશિયન સેના ડોનેત્સ્ક વિસ્તાર પર સતત હુમલા કરી રહી છે. રશિયાનો હેતુ ડોનબાસ વિસ્તારમાં કબજો જમાવવાનો છે અને તેથી તે પોતાની સૈન્ય કાર્યવાહી તેજ કરી રહ્યું છે. શુક્રવારે રાત્રે રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ, રોકેટ અને ડ્રોન દ્વારા આ હુમલાને અંજામ આપ્યો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયન હુમલા અંગે જણાવ્યું કે, આ હુમલાઓ સાબિત કરે છે કે રશિયાના ઉદ્દેશ્યો હજી બદલાયા નથી. યુક્રેન માટે હવાઈ સંરક્ષણ મજબૂત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે મળીને રશિયા પર વધુ પ્રતિબંધો લાદવા જરૂરી છે.
અહીં ઝેલેન્સકીએ અમેરિકા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો. તેમણે યુરોપ અને સાઉદી અરેબિયામાં યોજાનારી બેઠક અંગે પણ વા કરી. આ બેઠકમાં શાંતિ પ્રક્રિયાને વેગ આપવા માટે ચર્ચા કરાશે.
રશિયાનો આ હુમલો સાબિત કરે છે કે તે હજી પણ આક્રમક નીતિ અપનાવી રહ્યુ છે. યુદ્ધવિરામ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ રશિયાના સતત હુમલાઓ યુક્રેન માટે મોટો ખતરો છે.












Click it and Unblock the Notifications
