સાયબેરિયામાં ક્રેશ થયું રશિયાનું આઇએલ-18 પ્લેન

Posted By:
Subscribe to Oneindia News

રશિયાના રક્ષા મંત્રાલયનું પ્લેન આઇએસ 18 સાઇબેરિયામાં ક્રેશ થયું હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. આ પ્લેન સાઇબેરિયાના યાકુતિયામાં ક્રેશ થયું છે. પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે તેમાં 39 લોકો સવાર હતા. બીબીસી રિપોર્ટ મુબજ 18 લોકો આ દુર્ધટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના રક્ષા મંત્રાલયે તે રિપોર્ટને બરતરફ કર્યો છે જેમાં આ દુર્ધટનામાં 27 લોકોની મોતના ખબર જણાવવામાં આવ્યા હતા.

plane


મંત્રાલયે જણાવ્યું છે કે આ હાલ આ ઘટનામાં હાલ ખાલી 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. નોંધનીય છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ધટના થઇ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પ્લેન કાનસ્કથી ઉડાન ભરી હતી અને જ્યારે તે તિક્સી પહોંચ્યું ત્યારે તે ક્રેશ થઇ ગયું. પ્લેટના ત્રણ ટુકડા થઇ ગયા છે. જે ઇમરજન્સી લેન્ડિંગના કારણે થયા છે. હાલ ત્યાં રશિયા દ્વારા રાહત બચાવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

English summary
Russian defence ministry plane crashes in Siberia. Reports are coming that 39 people were on board.
Please Wait while comments are loading...