For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જેલમાં હુમલો, સરબજીત કોમામા

|
Google Oneindia Gujarati News

લાહોર, નવી દિલ્હી, 25 એપ્રિલઃ જે ભારતીય વ્યક્તિ સરબજીતને પાકિસ્તાન આતંકવાદી માને છે, તેના પર શુક્રવારે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં સરબજીત ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે તે હાલ કોમામા છે, જેના કારણે કોઇ સર્જરી કરવામાં આવી નથી. આ હુમલો લાહોરની કોટલખપત જેલમાં થયો. સરબજીતને પાક સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

આ હુમલો ત્યારે થયો જ્યારે સરબજીત ભોજન કરીને પોતાના બેરેકમાં પરત ફરી રહ્યો હતો. કેદીઓએ સરબજીતના માથા પર ઇંટથી અનેકવાર પ્રહાર કર્યા, જેમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો અને ત્યાં જ બેભાન થઇ ગયો હતો. હુમલા બાદ તુરત જ જેલ પ્રશાસન સરબજીતને જીન્ના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તુરત આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સરબજીત સિંહના માથે ગંભીર ઇજા પહોંચી છે. હોસ્પિટલે તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું છે.

sarabjeet-singh
બીજી તરફ ભારતમાં પંજાબના તરણ તારણ સ્થિત તેના પરિવારના લોકોએ આ હુમલાને સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યો છે. સરબજીતની બહેન દલવીર કૌરને આરોપ લગાવ્યો કે ષડયંત્ર હેઠળ હુમલા જાણી જોઇને કરવામાં આવ્યો છે. સરબજીતને મામલે માફી માટે સંઘર્ષ કરનાર પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ પણ હુમલાને સંદિગ્ધ ગણાવ્યો છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગે પાકિસ્તાન સરકારથી સરબજીતને તમામ પ્રકારની ચિકિત્સકિય અને અન્ય મદદ આપવામાં આવે તેવો આગ્રહ કર્યો છે.

English summary
The death row convict Sarabjit Singh, who was attacked by two Indian prisoners in a Lahore jail, is in "coma", Pakistani doctors told Indian officials today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X