For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં સરબજીતના વકીલનો અપહરણ બાદ છુટકારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

awais-sheikh
લાહોર, 16 મે: ભારતીય કેદી સરબજીત સિંહના વકીલ અવૈસ શેખ અને તેમના પુત્રનું ગુરૂવારે અજ્ઞાત લોકોએ ભારતની બોર્ડર નજીક આવેલા વિસ્તારથી અપહરણ કર્યા બાદ મુક્ત કરી દિધા છે. અવૈસ શેખ અને તેમનો પુત્ર ફાર્મહાઉસ માટે જમીન ખરીદવાના હેતુથી સવારે બુરકી હુદાયરા વિસ્તારના એક ગામમાં ગયા હતા.

અવૈસ શેખ અને તેમના પુત્રએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર સવાર અને પોલીસનો ડ્રેસ પહેરેલા બે લોકોએ તેમને રોક્યા હતા. વકીલ અને તેમના પુત્રને પકડીને પિકઅપ ટ્રકમાં બેસાડ્યા હતા અને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. પોલીસે બંને લોકોની શોધખોળનું અભિયાન શરૂ કરી દિધું છે.

એક્સપ્રેસ ન્યૂઝના સમાચાર મુજબ વકીલ અવૈસ શેખે 2009માં જ્યારે પ્રથમ વાર સરબજીતનો કેસ ઉઠાવ્યો હતો ત્યારથી તેમને ભારતના એજન્ટ કહેવામાં આવતા હતા અને તેમને ધમકીઓ મળી રહી હતી.

અહી કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલા બાદ એક અઠવાડિયા સુધી કોમા રહ્યાં બાદ 2 મેના રોજ સરબજીતનું મોત નિપજ્યું હતું. અવૈસ શેખે તાજેતરમાં કહ્યું હતું કે સરબજીતની પૈરવી કરવા માટે ધમકીઓ મળી રહી હતી, જેમને પાકિસ્તાનના પંજાબમાં 1990માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવણીને લઇને તેમને મોતની સજા સંભળાવી હતી.

English summary
Awais Sheikh, the lawyer of Indian prisoner Sarabjit Singh, who was kidnapped in Lahore on Wednesday along with his son, has now been freed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X