For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirusને પગલે સાઉદી અરબની મસ્જિદોમાં નમાજ પર રોક લાગી

Coronavirusને પગલે સાઉદી અરબની મસ્જિદોમાં નમાજ પર રોક લાગી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા સંક્રમણને રોકવા માટે દરેક દેશ બધી જ શક્ય કોશિશ કરી રહ્યા છે. લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ના આવે, કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સતત પગલાં ભરી રહ્યા છે. સાઉદી અરબે કોરોનાવાઈરસને રોકવાના ઉદ્દેશ્યથી મસ્જિદોમાં નમાજ પઢવા પર રોક લગાવી દીધી છે. મંગળવારે એલાન કરવામાં આવ્યું કે શુક્રવારની વિશેષ નમાજની સાથોસાથ આગલા 4 અઠવાડિયા સુધી મસ્જિદોમાં નમાજ પઢવામાં નહિ આવે.

Coronavirus

સાઉદી અરબની સૌથી મોટી ધાર્મિક સંસ્થા ઉલમા પરિષદે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવાના ઉદ્દેશ્યથી આ ફેસલો લીધો છે. કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે મસ્જિદોમાં દરરોજ પાંચ સમયની નમાજ માટે આવતા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. યૂએઈની મસ્જિદોમાં જુમાની નમાજ માટે પણ લોકોને મસ્જિદે ના આવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાઉદી અરબે હાલ મક્કા અને મદીનામાં નમાજની અનુમતિ આપી છે.

સતત વધી રહેલ કોરોનાના સંક્રમણને જોતા આ મોટો ફેસલો લેવામાં આવ્યો છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. નિર્દેશ મુજબ આગલા 4 અઠવાડિયા સુધી મસ્જિદોના દરવાજા અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાના ઘરોમાં નમાજ અદા કરે. જ્યારે કોરોનાવાઈરસને પગલે યૂએઈમાં ઉમરા યાત્રા, સ્કૂલ, આંતરરાષ્ટ્રીય ઉડાણ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સરકારે મોટાભાગની સરકારી સંસ્થાઓ બંધ કરી દીધી છે. લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી દેવામાં આવી છે.

ભારતીય સેનામાં કોરોનાવાઈરસની ઘુસણખોરી, લદ્દાખમાં એક જવાન પોજિટિવભારતીય સેનામાં કોરોનાવાઈરસની ઘુસણખોરી, લદ્દાખમાં એક જવાન પોજિટિવ

English summary
saudi Arabia has suspended congregational prayers at mosques
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X