ઉંદરોમાં હોય છે યાદશક્તિ વધારવાના અણુ

અધ્યયનના વરિષ્ઠ લેખક અને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં જૈવિક રસાયણ અને જૈવ ભૌતિકીના પ્રોફેસર પીટર વાલ્ટરના મત અનુસાર, અણુ પર આ જૈવિક રસાયણ પ્રતિક્રિયા સ્મૃતિ-ક્ષમતા વધારવા માટે સંભવતઃ એક દિવસ માનવી પર પણ અજમાવવામાં આવશે.
અણુની શોધ અને ત્યારબાદ ઉંદરોમાં યાદશક્તિની તપાસના જે પરિણામ બહાર આવ્યા છે, તેને ઓનલાઇન વૈજ્ઞાનિક પત્રિકા ઇ લાઇફમાં 28 મેના રોજ પ્રકાશિત કરવામા આવ્યા છે. આ અધ્યયનમાં સામેલ એક સ્મૃતિ તપાસમાં સામાન્ય ઉંદરને સક્ષમ રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું, ત્યારબાદ ડુબેલા પ્લેફોર્મને શોધવામાં આ ઉંદરે ત્રણ ગણી ઝડપ દેખાડી, જેની સરખામણીમાં અન્ય ઉંદરને રસાયણના ઇન્જેક્શનના સ્થાને અન્ય કંઇક આપવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
