For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'3 દર્દીમાંથી એકનુ થશે મોત', ચીની વૈજ્ઞાનિકોએ શોધ્યો સૌથી જાનલેવા 'NeoCoV' કોરોના વાયરસ, આપી ચેતવણી

ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના વધુ એક સૌથી વધુ ખતરનાક અને જાનલેવા વેરિઅંટને લઈને ચેતવણી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

વુહાનઃ ચીનના વુહાન શહેર જ્યાં સૌથી પહેલી વાર કોરોના વાયરસ 2019ના છેલ્લા મહિનામાં મળ્યો હતો ત્યાંના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના વધુ એક સૌથી વધુ ખતરનાક અને જાનલેવા વેરિઅંટને લઈને ચેતવણી જાહેર કરી છે. વુહાનના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે, આ એક પ્રકારનો કોરોના વાયરસ છે જેના સંક્રમણનો મૃત્યુદર સૌથી વધુ છે. વુહાન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ નવા કોરોના વાયરસથી સંક્રમિત ત્રણમાંથી એક દર્દીનુ મોત થઈ શકે છે.

નવા વાયરસનુ નામ 'નિયોકોવ'

નવા વાયરસનુ નામ 'નિયોકોવ'

રિપોર્ટ મુજબ 'નિયોકોવ' વાયરસ નવો નથી અને આ વાયરસ MERS-CoV વાયરસ સાથે સંબંધ ધરાવે છે. આ વાયરસ વર્ષ 2012 અને 2015 વચ્ચે મધ્યપૂર્વ દેશોમાં શોધવામાં આવ્યો હતો અને તે SARS-CoV-2 સમાન છે જે મનુષ્યોમાં કોરોના વાયરસના કારણે બને છે. જ્યારે 'NeoCoV'ને દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં શોધવામાં આવ્યો હતો. જો કે, આ નવા પ્રકારના કોરોના વાયરસને અત્યાર સુધી માત્ર જાનવરોમાં જ ફેલાતો જોવામાં આવ્યો છે. બાયોરેક્સિવ વેબસાઈટ પર પ્રીપ્રિન્ટ રૂપે પ્રકાશિત એક નવા અભ્યાસથી જાણવા મળ્યુ છે કે 'NeoCoV' અને તેના નજીકના સંબંધી PDF-2180-CoV મનુષ્યોને સંક્રમિત કરી શકે છે અને તેના સંક્રમણ કરવાની ગતિ અને આ વાયરસથી મૃત્યુદર ઘણો વધુ છે.

વુહાનના વૈજ્ઞાનિકોનો દાવો

વુહાનના વૈજ્ઞાનિકોનો દાવો

વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડમી ઑફ સાયન્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ બાયોફિઝિક્સના રિસર્ચ મુજબ માનવ કોશિકાઓમાં ઘૂસણખોરી કરવા માટે આ વાયરસને માત્ર એક વાર મ્યુટન્ટ થવાની જરુર પડે છે. રિસર્ચના નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે કે નોવેલ કોરોના વાયરસ એક જોખમ પેદા કરે છે કારણકે આ ACE2 રિસેપ્ટર પર કોરોના વાયરસથી અલગ રીતે હુમલો કરે છે. માટે ના તો શરીરમાં હાજર એંટીબૉડી અને ના પ્રોટીન મૉલીક્યુલ પાસે આટલી ક્ષમતા હોય છે કે તે માનવ શરીરની NeoCoVથી રક્ષા કરી શકે. એટલે કે જો NeoCoV વાયરસ પોતાનો વેરિઅંટ બનાવે તો પછી એ ઘણી સરળતાથી માનવ શરીર પર હુમલો કરી શકે છે અને શરીરમાં હાજર એંટીબૉડી આ વાયરસથી શરીરને નહિ બચાવી શકે માટે માનવોનુ બચવુ ઘણુ મુશ્કેલ થઈ જશે.

ઘણો વધુ છે મૃત્યુદર

ઘણો વધુ છે મૃત્યુદર

કોરોના વાયરસને લઈને અત્યાર સુધી જોવામાં આવ્યુ છે કે આ વાયરસ ઘણી વધુ સંખ્યામાં માનવને સંક્રમિત જરુર કરે છે પરંતુ મૃત્યુદર ઘણો ઓછો છે. પરંતુ ચીની શોધકર્તાઓના દાવા મુજબ MERS પરિવારના NeoCoVમાં કોરોના વાયરસની સરખામણમીમાં મૃત્યુદર ઘણો વધુ છે અને પ્રત્યેક ત્રણ સંક્રમિત વ્યક્તિમાંથી એકનુ મૃત્યુ થઈ જાય છે. આ સાથે જ આ નવા કોરોના વાયરસમાં પણ ફેલાવાની ક્ષમતા વર્તમાન કોરોના વાયરસ સમાન જ હશે. વુહાનના વૈજ્ઞાનિકોના આ રિપોર્ટ બાદ રશિયા સ્ટેટ વાયરોલૉજી એન્ડ બાયોટેકનોલૉજી રિસર્ચ સેન્ટરના વિશેષજ્ઞોએ પણ ગુરુવારે એક નિવેદન જાહેર કર્યુ છે જેમાં આ નવા કોરોના વાયરસ વિશે માહિતી આપવામાં આવી છે.

રશિયાના વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

રશિયાના વૈજ્ઞાનિકોએ શું દાવો કર્યો?

વુહાનના વૈજ્ઞાનિકોએ જે દાવો કર્યો છે રશિયાના વૈજ્ઞાનિકોએ એ દાવાનો ખોટો નથી ગણાવ્યો અને રશિયાના વૈજ્ઞાનિકોએ પણ NeoCoVને ખતરનાક ગણાવ્યો છે. રશિયાના વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, 'રશિયા સ્ટેટ વાયરોલૉજી એન્ડ બાયોટેકનોલૉજી રિસર્ચ સેન્ટર પાસે ચીનના વૈજ્ઞાનિકોએ NeoCoV પર જે રિસર્ચ કર્યુ છે તેની માહિતી છે. જો કે હજુ સુધી NeoCoV પાસે એટલી ક્ષમતા નથી કે તે વ્યક્તિઓ વચ્ચે ફેલાય. જો કે, આ વાયરસને લઈને જે જોખમ છે તેને લઈને વધુ તપાસ કરવા અને સાવચેત રહેવાની જરુર છે.'

NeoCoV પર ડબ્લ્યુએચઓએ શું કહ્યુ?

NeoCoV પર ડબ્લ્યુએચઓએ શું કહ્યુ?

ચીની વૈજ્ઞાનિકોના દાવાને લઈને ડબ્લ્યુએચઓએ કહ્યુ કે NeoCoV વાયરસ માનવમાં કેવી રીતે ફેલાઈ શકે છે અને આનાથી સંભવિત જોખમ માનવો માટે શું છે, તેના પર વિસ્તારથી જાણવા માટે અને વધુ રિસર્ચ કરવાની જરુર છે. વળી, ડબ્લ્યુએચઓના એનિમલ હેલ્થ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઈઝેશન અને યુએસ એનવાયરોમેન્ટ પ્રોગ્રામે આ ઉભરતા NeoCoV વાયરસ પર નજર રાખવાનુ શરુ કરી દીધુ છે અને આ વાયરસથી સંભવિત જોખમ પર માહિતી એકઠી કરવાનુ શરુ કરી દીધુ છે. ડબ્લ્યુએચઓએ રશિયા ન્યૂઝ એજન્સી 'ટાસ'ને જણાવ્યુ કે, 'શું રિસર્ચ દરમિયાન જોવા મળેલ વાયરસ માનવો માટે જોખમ પેદા કરશે, એ જાણવા માટે હજુ વધુ રિસર્ચની જરુર પડશે.' વળી, ડબ્લ્યુએચઓએ ચીની રિસર્ચર્સને 'નિયોકોવ' પર રિસર્ચ કરવા માટે અભિનંદન આપ્યા છે.

જંગલી જાનવર હોય છે વાયરસના સ્ત્રોત

જંગલી જાનવર હોય છે વાયરસના સ્ત્રોત

રિસર્ચમાં જોવા મળ્યુ છે કે જાનવર, ખાસ કરીને જંગલી જાનવર 75 ટકાથી વધુ વાયરસની ઉત્પત્તિ માટે જવાબદાર હોય છે. જેમાંથી ઘણા વાયરસ સંપૂર્ણપણે નવા હોય છે. કોરોના વાયરસ પણ સામાન્યતઃ જાનવરોમાં જ જોવા મળે છે જેમાં ચામાચીડિયા શામેલ છે જેને ખાસ કરીને વાયરસના પ્રાકૃતિક સોર્સ તરીકે ઓળખવામાં આવ્યા છે.

English summary
Scientists of Wuhan have discovered the new corona virus 'Neokov', which is highly contagious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X