For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગજબ! દરિયામાંથી મળ્યું 26 ફીટ લાંબું રહસ્યમય જીવ

ગજબ! દરિયામાંથી મળ્યું 26 ફીટ લાંબું રહસ્યમય જીવ

|
Google Oneindia Gujarati News

વેલ્ટિંગઃ સમુદ્રના પેટાળમાં કેટલીય રહસ્યમય વસ્તુઓ છૂપાયેલ છે. આવા જ એક રહસ્યમય જીવ સાથે બે સ્કૂબા ડાઈવર્સની મુલાકાત થઈ. તાજેતરમાં જ બે સ્કૂબા ડાઈવર્સને સમુદ્રના પેટાળમાં 26 ફીટ લાંબા જીવ સાથે ભેટો થયો, જેને જોઈ તે બંને દંગ રહી ગયા હતા. બંનેએ આ જીવનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે. તેઓ ન્યૂઝીલેન્ડના વ્હાઈટ આઈલેન્ડમાં સ્કૂબા ડાઈવિંગ કરી રહ્યા હતા.

sea creature

ન્યૂઝીલેન્ડના વાઇટ આઇલેન્ડમાં સ્કૂબા ડાઈવિંગ કરી રહેલ બે ડાઈવર્સને 26 ફીટ લાંબું જીવ મળ્યું. ડાઇવ્સ સ્ટીવ હૈથવે અને એ્ડ્રૂ બટલ વાઇટ આઇલેન્ડના વ્હાકારી તટ પર સ્કૂબા ડાઈવિંગ માટે ગયા હતા. અહીં તેમણે 26 ફીટ લાંબા જીવનો જોયું, જે એકદમ પારદર્શી હતું. આ જીવ pyrosome હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. જે હજારો ઓર્ગેનિઝ્મ અથવા તો એમ કહો કે કેટલાય પાઈરોઝ્મ ક્લોન સાથે મળીને બને છે.

આ પણ વાંચો- Video: માલિકનું મૃત્યુ થયું ત્યાં 80 દિવસ સુધી બેસી રહ્યો કુતરો

આ જીવનો વીડિયો બનાવનાર 47 વર્ષીય સ્ટીવ હૈથવેએ કહ્યું કે તે હંમેશાથી જ એક પાઈરોઝ્મ જોવા માંગતો હતો. એક ઈન્ટર્વ્યૂમાં તેણે કહ્યું કે આને જોવું એવું હતું જેમ કે તમે વર્ષોથી આની તલાશમાં હોવ. હૈથવે અને બટલ ન્યૂઝીલેન્ડે વાઇટ આઈલેન્ડ માટે એક પ્રમોશનલ વીડિયો શૂટ કરી રહ્યા હતા, જ્યારે એમણે સમુદ્રમાં પાઈરોઝ્મ જોયું. અહું જુઓ આ જીવનો અદ્ભુદ વીડિયો.

English summary
Scuba Divers In New Zealand Found Mysterious 26-Foot Long Sea Creature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X