For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું Shakhalin 1 તેલ પ્રોજેક્ટમાં રોકાણ કરશે ભારત? રશિયાની ઓફર પર મોદી સરકારનો આવ્યો જવાબ

રશિયા યુક્રેન યુદ્ધને લઇ રશિયા પર અમેરિકાએ ઘણા પ્રતિબંધો લાદ્યા છે. ઘણા દેશોએ યુક્રેનને સાથે આપ્યો છે. આમાં ભારતની વાત કરીયે તો ભારત સરકારે બન્ને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. વૈશ્વિક બજારમાં ક્રુડનો ભાવ વધી ર

|
Google Oneindia Gujarati News

રશિયા યુક્રેન યુદ્ધને લઇ રશિયા પર અમેરિકાએ ઘણા પ્રતિબંધો લાદ્યા છે. ઘણા દેશોએ યુક્રેનને સાથે આપ્યો છે. આમાં ભારતની વાત કરીયે તો ભારત સરકારે બન્ને પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. વૈશ્વિક બજારમાં ક્રુડનો ભાવ વધી રહ્યો છે. આ સાથે વૈશ્વિક બજારના મારથી ભારત પણ બચી શક્યું નથી. હવે મળતી જાણકારી અનુસાર રશિયાએ ભારતને સખાલિન 1 તેલ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની ઓફર કરી છે.

રશિયાની ઓફરનો ભારતે આપ્યો જવાબ

રશિયાની ઓફરનો ભારતે આપ્યો જવાબ

રશિયાએ ગયા અઠવાડિયે એક હુકમનામું બહાર પાડ્યું હતું જેમાં એક્ઝોન મોબિલનો 30 ટકા હિસ્સો જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તે નક્કી કરવા માટે રશિયન સરકાર સંચાલિત કંપનીને સત્તા આપવામાં આવી હતી કે શું ભારતના 'ONGC વિદેશ' પ્રોજેક્ટ સહિત વિદેશી શેરધારકો ભાગ લેવાનું ચાલુ રાખી શકે છે. ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં અમેરિકી તેલ અધિકારીઓ સાથેની બેઠક બાદ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, "અમે જોઈશું કે રમતની સ્થિતિ શું છે અને શું ઓફર છે." પુરીએ જણાવ્યું હતું કે OPEC+ ગયા અઠવાડિયે પ્રતિદિન 2 મિલિયન બેરલ તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે સંમત થયા બાદ તેલના ભાવ પર સાઉદી અરેબિયાના એશિયા પ્રીમિયમ પર ભારત "સક્રિયપણે દેખરેખ" કરી રહ્યું છે.

તેલના ભાવ વધવાથી ફુગાવો વધશે

તેલના ભાવ વધવાથી ફુગાવો વધશે

વૈશ્વિક ઉર્જા સંતુલન અને OPEC+ ના નિર્ણયોના "અનિચ્છિત પરિણામો" નો ઉલ્લેખ કરતા, ભારતીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, "આવી પરિસ્થિતિઓ વિકસિત થાય ત્યારે આખરે ગ્રાહકો ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે." તેલના ખૂબ ઊંચા ભાવ ફુગાવાને વધારી શકે છે અને વૈશ્વિક અર્થતંત્રને મંદીમાં ધકેલી શકે છે, જેનાથી તેલની માંગ ઘટી શકે છે. રશિયન તેલની ખરીદી પર સૂચિત EU પ્રાઇસ કેપ અંગે પુરીએ સૂચવ્યું કે તે હજુ સુધી મક્કમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, "જો યુરોપિયનો કોઈ યોજના સાથે આવે છે, તો ચાલો જોઈએ કે તેનો વિકાસ કેવી રીતે થાય છે." પેટ્રોલિયમ મંત્રી પુરીએ આ અઠવાડિયે વોશિંગ્ટન ડીસીમાં યુએસ એનર્જી સેક્રેટરી જેનિફર ગ્રાનહોમ અને એનર્જી સિક્યુરિટી એડવાઈઝર એમોસ હોચસ્ટીન સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમણે ઉર્જા સુરક્ષા ઉપરાંત જૈવ ઈંધણ અને સ્વચ્છ ઉર્જા પર સહકાર અંગે ચર્ચા કરી હતી.

રશિયન તેલ ખરીદવા પર મનાઇ?

રશિયન તેલ ખરીદવા પર મનાઇ?

વૈશ્વિક ઉર્જા પુરવઠા પર અધિકારીઓ સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા ભારતીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, "કોઈપણ તબક્કે અમને રશિયન તેલની ખરીદવાની મનાઇ કરવામાં આવી નથી." હ્યુસ્ટનમાં હતા ત્યારે, તેમણે એક્ઝોન મોબિલના અધિકારીઓ, ઓઇલ જાયન્ટ હ્યુજીસ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ ઉત્પાદકો સાથે મુલાકાત કરી જ્યારે તેમણે ઑફશોર ઓઇલ અને ગેસ એક્સ્પ્લોરેશન એરિયા માટે બિડિંગ શરૂ કર્યું. પુરીએ જણાવ્યું હતું કે ભારતને ઓઇલ રિફાઇનરીઓમાં ઓફશોર ઉત્પાદન, ઇથેનોલ અને સલ્ફર રિકવરીમાં યુએસ કંપનીઓની તકનીકી કુશળતામાં રસ છે. આ સાથે જ ગ્રીન એનર્જી મેળવવાના પ્રયાસો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ગ્રીન એનર્જી મેળવવા માટે તમારે વર્તમાનમાં જીવવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ગયાના, બ્રાઝિલ અને કોલંબિયા સાથે સંયુક્ત રોકાણ અને ભારતીય રિફાઇનરોને ક્રૂડના વધારાના પુરવઠા માટે પણ વાટાઘાટો ચાલી રહી છે.

સખાલિન 1 તેલ પ્રોજેક્ટ શું છે?

સખાલિન 1 તેલ પ્રોજેક્ટ શું છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે સાખાલિન-1 તેલ અને ગેસ પ્રોજેક્ટ માટે નવા ઓપરેટરની સ્થાપના કરવા માટે પ્રકાશિત હુકમ પર હસ્તાક્ષર કર્યા છે, જ્યાં ભારતના શેર છે. યુએસ એક્ઝોન મોબિલ હાલમાં આ કંપનીમાં 30% હિસ્સો ધરાવે છે, અને તે જ કંપની હાલમાં રશિયન ફાર ઇસ્ટમાં સ્થાપિત સખાલિન-1ની ઓપરેટર હતી. પરંતુ, હવે અમેરિકન કંપની એક્સોન માર્ચથી પોતાનું કામકાજ બંધ કરીને રશિયામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, રશિયન કંપની રોસનેફ્ટ, ભારતીય કંપની ONGC વિદેશ, ONGCની ભારતની વિદેશી રોકાણ શાખા અને જાપાનની સોડેકો કંપની પણ આ પ્રોજેક્ટમાં સહભાગી છે. ભારતની ONGC વિદેશ 2001 થી સખાલિન 1 તેલ અને ગેસ પ્રોજેક્ટમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

શું છે પુતિન સરકારની ડિક્રી?

શું છે પુતિન સરકારની ડિક્રી?

રાષ્ટ્રપતિ પુતિનના હુકમનામાં અનુસાર રશિયન સરકાર નવી રશિયન લિમિટેડ કંપનીની સ્થાપના કરી રહી છે, જે એક્ઝોન નેફટેગાઝના ઓપરેટરના અધિકારો સહિત રોકાણકારોના અધિકારોની માલિકી ધરાવશે. હુકમનામામાં જણાવાયું હતું કે, વિદેશી ભાગીદારોએ નવી કંપનીની સ્થાપનાના એક મહિનાની અંદર સરકારને અરજી કરવી પડશે, તેને અગાઉની કંપનીમાં તેમના શેરહોલ્ડિંગ અનુસાર નવી એન્ટિટીમાં શેર લેવાના તેમના કરારની જાણ કરવી પડશે. Rosneft ની પેટાકંપની SakhalinMorneftegaz-Shelf ની નવી કંપનીના મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પુતિને જુલાઈમાં રશિયાના દૂર પૂર્વમાં અન્ય ગેસ અને તેલ પ્રોજેક્ટ સખાલિન-2 પર સંપૂર્ણ નિયંત્રણ લેવા માટેના હુકમનામું પર પણ હસ્તાક્ષર કર્યા છે. તે જ સમયે, જાપાન હજી પણ સખાલિન-2 તેલ પ્રોજેક્ટમાંથી તેલ ખરીદી રહ્યું છે.

English summary
Shakhalin 1: Will India invest in a Russian oil company?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X