For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે ચોંકાવનારા અહેવાલ, પાકિસ્તાની પાયલોટને અપાઈ રહી છે રાફેલ ઉડાવવાની ટ્રેનિંગ?

ભારત માટે ચોંકાવનારા અહેવાલ, પાકિસ્તાની પાયલોટને અપાઈ રહી છે રાફેલ ઉડાવવાની ટ્રેનિંગ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક તરફ ભારતમાં રાફેલ ફાઈટર પ્લેન ડીલને લઈ ભાજપ અને કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે, તો બીજી બાજુ એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે, જે ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. મળેલ જાણકારી મુજબ પાકિસ્તાનના પાયલોટોને રાફેલ ફાઈટર પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જો કે આ ફાઈટર પ્લેનને બનાવનાર ફ્રાન્સની કંકપની દસોલ્ટ એવિએશને આવી કોઈપણ જાણકારીથી ઈનકાર કરી દીધો છે. પરંતુ અહેવાલોનું માનીએ તો એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પાકિસ્તાનના પાયલોટને કતર એરફોર્સ તરફથી રાફેલ ફાઈટર પ્લેનને ઉડાણની ટ્રેનિંગ ફ્રાન્સમાં આપવામાં આવી છે, જે ફેબ્રુઆરીમાં કતરને સોંપવામાં આવ્યું છે. બીજી તરફ એવિએશન સેક્ટરના અહેવાલો પર કેન્દ્રિત એક સ્વતંત્ર વેબસાઈટ એઈનઓનલાઈન ડૉટ કોમમાં છપાયેલ એક અહેવાલ મુજબ પાકિસ્તાની પાયલોટોની પહેલી બેંચને નવેમ્બર 2017માં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે કતરને પહેલા રાફેલ ફાઈટર પ્લેન 6 ફેબ્રુઆરીએ સોંપવામાં આવ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2017માં કતરે વધુ 12 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. જેમાં પહેલા 24 વિમાનની ડીલ 6.3 બિલિયન યૂરોની થઈ હતી.

rafale

કેટલાય દશકોથી પાકિસ્તાની સેનાના અધિકારીઓને મધ્ય પૂર્વના દેશોની સેનાઓમાં સંચાલન માટે મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનને સેના સાથે જોડાયેલ સામાનોની આપૂર્તિ પણ આ દેશોથી થય છે. જેમાં જૉર્ડને એફ-16 A/B ફાઈટર પ્લેન પાકિસ્તાનને સોંપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ ભારત ઉતર કરવામાં આવેલ નાકામ હુમલામાં પણ એફ-16નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી સંચાલિત ન્યૂઝ વેબસાઈટ ધી ન્યૂજ ડૉટ કોમ ડૉટ પીકેએ જાન્યુઆરી 2018માં રિપોર્ટ છાપી હતી કે કતર એરફોર્સના કમાન્ડરે ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની એરફોર્સના મુખ્યાલયની મુલાકાત લીધી છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી બંને દેશોના સૈન્ય સમર્થન અને મિલિટ્રી ટ્રેનિંગની વાત કહી હતી. ભારતમાં રાફેલ ડીલને લઈ વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આરોપ છે કે પીએમ મોદીએ રાફેલ ફાઈટર પ્લેનની ડીલ નક્કિ કિંમતોથી વધુમાં કરી છે અને તેને ભારતમાં બનાવવા માટે એચએએલને કોન્ટ્રાક્ટ ન આપી અનિલ અંબાણીને આપી દેવામાં આવ્યો છે.

રાફેલ ફાઈટર પ્લેન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતને મળશે, પરંતુ પાકિસ્તાનના પાયલટોને ટ્રેનિંગ વાળી ખબર પરેશાન કરનાર છે. કેમ કે જે ક્ષમતાઓથી સજ્જ રાફેલ ભારતને સોંપવામાં આવી રહ્યું છે કેમ કે જે ખાસિયત વાળાં રાફેલ ભારતને સોંપવામાં આવી રહ્યાં છે તે લગભગ કતરને પણ સોંપવામાં આવ્યાં છે. જેનાથી નુકસાન એ થશે કે પાકિસ્તાનના પાયલોટને ઓછામાં ઓછી એક વાતનો તો અંદાજો આવી જ ગયો હશે કે રાફેલના હુમલાથી કેવી રીતે બચાવ કરી શકાય. આ વિમાનની સૌથી મોટી ખાસિયત તેના રડાર છે. જેની મદદથી પાયલોટને નિશાન સાધવામાં અને એક સાથે કેટલાય હુમલા કરવમાં મદદ મળે છે. ટ્રેનિંગ દરમિયાન પાકિસ્તાનના પાયલોટ આની સટીક કાર્યશૈલી અને સિસ્ટમ વિશે જાણી જશે જેનો ઉપયોગ ભારતીય વાયુસેના કરશે.

આ પણ વાંચો- રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ

English summary
shocking report for india, are parkistani pilots being trained to fly rafale jet?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X