For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાનના રાષ્ટ્રપતિ અહમદીનેજાદ પર ફેકાંયુ જૂતુ

By Super
|
Google Oneindia Gujarati News

કાહિરા, 6 ફેબ્રુઆરીઃ ઇરાનમાં 1979માં થયેલી ઇસ્લામી ક્રાન્તિ બાદ પહેલી વાર ઇજીપ્તની યાત્રા પર આવેલા ઇરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ સાથે જ પ્રદર્શનકારીઓએ તેના પર જૂતુ પણ ફેક્યું છે.

અહમદીનેજાદ એખ ઇસ્લામી સમ્મેલનમાં ભાગ લેવા માટે ત્રણ દિવસીય યાત્રા પર કાલે જ પહોંચ્યા હતા. અહમદીનેજાદ રાજધાની કાહિરા બહારના વિસ્તારમાં બનેલા શિયા સમુદાયના પ્રાચીન મસ્જિદ અલ હુસૈનમાં ગયા. મસ્જિદ બહાર જ સીરિયા મામલામાં ઇરાનના વણલનો વિરોધ કરનાર લોકો પ્રદર્શન કરી રહ્યાં હતા.

પ્રદર્શનકારીઓમાં સામેલ મૂળ સીરિયાના નાગરીકે અહમદીનેજાદ પર જૂતુ ફેક્યું. ઇજીપ્તના સુરક્ષા અધિકારીઓએ આ સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો સુન્ની સલાફી આંદોલન સાથે સંબંધ ધરાવે છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ સરકારના વિરોધમાં છેલ્લા 22 મહિનાઓથી જારી હિંસક સંઘર્ષમાં ઇરાન રાષ્ટ્રપતિ અસદને સમર્થન કરી રહ્યું છે, પરંતુ ઇજીપ્ત તેનો વિરોધ કરે છે. ઇરાનમાં શિયા સમુદાયનું શાસન છે, જ્યારે ઇજીપ્તમાં સુન્ની સમુદાયનું શાસન છે. બન્ને દેશોના સંબંધમાં 1979માં જ ખટાશ આવી ગઇ હતી જ્યારે ઇરાનમાં થયેલી ક્રાન્તિ બાદ ત્યાંના શાહે ઇજીપ્તમાં શરણ લીધું હતું.

English summary
Egyptian security guards seized a man who tried to hit Iranian President Mahmoud Ahmadinejad with a shoe when he visited an ancient mosque in downtown Cairo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X