For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેલિફોર્નિયાના સૈન જોસ રેલ યાર્ડમાં ગોળીબાર, 8 લોકોના મોત

કેલિફોર્નિયાના સૈન જોસ રેલ યાર્ડમાં ગોળીબાર, 8 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સૈન જોસ રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટનામાં આઠ લોકોના મોત થયાં છે. કેટલાય લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. આ ઘટના જૈસ જોસ શહેરના ઉત્તરમાં વૈલી ટ્રાન્સપોર્ટેશન ઑથોરિટી યાર્ડમાં બુધવારે સવારે બની. જો કે આ ઘટનાને અંજામ આપનાર શૂટરને પણ પોલીસે ઠાર માર્યો છે.

california

સીએનએનના રિપોર્ટ મુજબ ઘટના અમેરિકી સમય મુજબ સવારે 6.15 વાગ્યે જ્યારે રેલ યાર્ડમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે બની.ય અચાનક એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કરી દીધું. લોકો જીવ બચાવવા માટે ભાગ્યા. પરંતુ કેટલાક ફાયરિંગના લપેટામાં આવી ગયા. કેટલાક લોકોનું ઘટના સ્થળે જ મોત થયું, કેટલાક ઘાયલોએ બાદમાં દમ તોડ્યો. ઘટના બાદ અહીં લોકલ ટ્રેન સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સાંતા ક્લારા કાઉંટી શેરિફના ડેપ્યૂટી રશેલ ડેવિસે કહ્યું કે, ઘટનામાં 8 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત કેટલાય લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. હુમલાખોર ઘટના સ્થળેથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ઠાર માર્યો. મૃત્યુ પામનાર મોટાભાગના લોકો ટ્રાન્સપોર્ટ ઑથોરિટીના કર્મચારી છે. જેઓ સવારના સમયે ડ્યૂટી ખતમ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. ઘટનાના સમયે નવો સ્ટાફ પણ ડ્યૂટી પર પહોંચ્યો હતો.

પોલીસે જણાવ્યું કે શૂટર એક કર્મચારી હતો કે નહી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. શૂટર કેવી રીતે ઠાર મરાયો અને તેણે કેવા પ્રકારના હથિયારથી હુમલો કર્યો હતો તે અંગે પોલીસે હજી મૌન સેવી રાખ્યું છે. સૈન જોસ સિલિકોન વેલીનું એક ટેક હબ છે જ્યાં 10 લાખ લોકો રહે છે.

English summary
shooting at the San Jose Rail Yard in California, 8 people died, attacker encountered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X