For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી પુષ્ટિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે વખતે મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા એ દરમિયાન વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારના સમાચારો સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે વખતે મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા એ દરમિયાન વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારના સમાચારો સામે આવ્યા છે. ગોળીબારના સમાચાર સામે આવતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તરત જ ભારે સુરક્ષા વચ્ચે બ્રીફિંગ રૂમમાંથી બહાર લાવવામાં આવ્યા. જો કે ગોળીબારના સમાચારની થોડી વાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા આવ્યા અને તેમણે એ વાતની પુષ્ટિ કરી કે વ્હાઈટ હાઉસની બહાર કોઈએ ગોળી ચલાવી છે. ટ્રમ્પે કહ્યુ કે વ્હાઈટ હાઉસની બહાર કોઈએ ગોળી ચલાવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હું સિક્રેટ સર્વિસનો તેમના ઉત્કૃષ્ટ કામ માટે આભાર માનવા માંગુ છુ, તે હંમેશા ત્વરિત અને પ્રભાવી રહે છે.

ગોળીબારની ટ્રમ્પે કરી પુષ્ટિ

ગોળીબારની ટ્રમ્પે કરી પુષ્ટિ

ટ્રમ્પે કહ્યુ કે વ્હાઈટ હાઉસ પાસે વાસ્તવમાં કોઈએ ગોળીબાર કર્યો છે. કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે જે વ્યક્તિએ ગોળી ચલાવી તે હથિયારધારી હતો, સુરક્ષાકર્મી તરફથી પણ ગોળી ચલાવવામાં આવી. જો કે એ વાતની પુષ્ટિ હજુ થઈ શકી નથી કે ગોળી કોણે ચલાવી છે. ટ્રમ્પે જણાવ્યુ કે તેમને ગોળીબાર દરમિયાન એજન્ટ દ્વારા ઓવલ ઑફિસ લઈ જવામાં આવ્યા. ઘટના સમયે વ્હાઈટ હાઉસને લૉકડાઉન કરી દેવામાં આવ્યુ હતુ.

ટ્રમ્પે સિક્રેટ સર્વિસની કરી પ્રશંસા

માહિતી અનુસાર આ ગોળીબાર વ્હાઈટ હાઉસની પાસે લગભગ 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ પાસે થયો છે. જો કે આ ગોળીબાર કેમ કરવામાં આવ્યો છે તે વિશે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે. આની પાછળને હેતુ સુરક્ષાકર્મી શોધી રહ્યા છે. શંકાસ્પદ હુમલાખોરને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. હાલમાં તેની વર્તમાન સ્થિતિ વિશે વધુ માહિતી મળી શકી નથી. ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સિક્રેટ સર્વિસના સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરી. વળી, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યુ કે શું તમે ઘટના બાદ હેરાન થઈ ગયા હતા તો તેમણે કહ્યુ મને ખબર નથી, શું તમને એવુ લાગે છે?

સિક્રેટ સર્વિસનુ નિવેદન

સિક્રેટ સર્વિસનુ નિવેદન

આ ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસ તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે આ ગોળીબાર દરમિયાન વ્હાઈટ હાઉસ કૉમ્પ્લેક્સની સુરક્ષામાં કોઈ મુશ્કેલી નથી આવી અને સિક્રેટ સર્વિસના સભ્યને પણ કોઈ ખતરો નથી. આ ઘટના સ્થાનિક સમયાનુસાર સાંજે 5.53 વાગે થઈ હતી. આ હુમલામાંએક 54 વર્ષીય શંકાસ્પદ હુમલાખોર અને સિક્રેટ સર્વિસના અધિકારી ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરની હાલત ગંભીર છે. સ્થાનિક પોલિસ એ વિશે તપાસ કરી રહી છે કે હુમલાખોરનો કોઈ જૂના ગુનાનો રેકોર્ડ છે કે નહિ, તે માનસિક રીતે સ્વસ્થ છે કે નહિ.

English summary
Shooting outside the White house while President Donald Trump was briefing the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X