વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમાં આયોજિત રેલીમાં ગોળીબાર, 5 ઘાયલ

Subscribe to Oneindia News

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડની ટ્રમ્પની જીત બાદ લોકો સતત વિરોધ કરી રહ્યા છે. એક યુનિવર્સિટીમાં ટ્રમ્પના વિરોધમાં પ્રદર્શન બાદ હવે વોશિંગ્ટનમાં ટ્રમ્પના વિરોધમાં આયોજિત એક રેલીમાં ગોળીબાર થયાના સમાચાર છે.

ત્રુમ્પ્


રેલીમાં પણ ઘણી ભીડ


જણાવવામાં આવી રહ્યુ છે કે વોશિગ્ટનના સીટલમાં ટ્રમ્પના વિરોધમાં આયોજિત એક રેલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અચાનક ત્યાં એક શખ્શે ગોળીબાર શરુ કરી દીધો. આ ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા છે.


ઘટના સ્થળ પર પહોંચી પોલિસ

ગોળી વાગવાથી 2 વ્યક્તિની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. જો કે હજુ સુધી એ ખબર પડી નથી કે ગોળી કોણે ચલાવી અને કયા કારણોસર ચલાવી. હાલમાં પોલિસ મામલાની તપાસ કરી છે. પોલિસે કહ્યું છે કે કોઇએ ગભરાવાની જરુર નથી.

English summary
Shootings at an anti trump rally in Seattle Washington many injured.
Please Wait while comments are loading...