For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી વિરૂદ્ધ પુરાવા આપનારને 20 હજાર ડોલરનું ઇનામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 10 ફેબ્રુઆરી: 1984માં થયેલા સિખ વિરોધી રમખાણોને લઇને કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી અમેરિકાના ન્યૂયોર્ક શહેરના એક કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં એક નવો અને વિચિત્ર વળાંક આવ્યો છે. એક ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત સમાચારનું માનીએ તો ફક્ત કેસ દાખલ કરનાર સંસ્થા 'સિખ્સ ફોર જસ્ટિસે' સોનિયા ગાંધી વિરૂદ્ધ પુરાવા આપનાર વેબસાઇટને 20 હજાર ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ વાત ફક્ત મૌખિક કરવામાં આવી નથી પરંતુ રીતસર શહેરના એક દૈનિક સમાચાર પત્રમાં આ એલાન સોનિયા ગાંધીના ફોટા સાથે જાહેરાત છપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નક્કર પુરાવાના અભાવે કોર્ટમાં સોનિયા ગાંધી વિરૂદ્ધ આ કેસ નકારી કાઢવાની અણીએ છે. કોર્ટમાં કેસ દાખલ કરનાર એ સાબિત કરી શકતા નથી કે તેમણે સોનિયા ગાંધીને કોર્ટ સમન પહોંચાડી દિધા છે. 'સિખ્સ ફોર જસ્ટીસ' સંસ્થાના વકીલ ગુરપતવંત પાનુન કહે છે કે 'સોનિયા ગાંધીની વિરૂદ્ધના કેસમાં તેમના આ દાવાનું મહત્વ છે જ્યારે તેમને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા ત્યારે તે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં હતી જ નહી.

sonia-gandhi-reward

એટલા માટે ઇનામની જાહેરાત કરી છે જેથી આ રહસ્ત પરથી પડદો ઉઠાવી શકાય કે સોનિયા ગાંધી 2013ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં હતી કે નહી. જો કે પાનુન માને એમ માને છે કે તેમને અમેરિકામાં સોનિયા ગાંધીને જોયા ન હતા. પાનુન કહે છે કે અમે તો ભારતના સમાચાર પત્રોમાં સોનિયા ગાંધીના ન્યૂયોર્ક આવવાના છપાયેલા સમાચારોના આધારે તે સમયે હોસ્પિટલમાં તેમની વિરૂદ્ધ કોર્ટનું સમંસ પહોંચાડીને આવ્યા હતા, અમે તેમને જોયા ન હતા.

મળતી માહિતી મુજબ સંસ્થા દ્વારા ન્યૂયોર્ક શહેરના એક સમાચાર પત્ર 'એએમ ન્યૂયોર્ક'માં એક જાહેરાત છાપવામાં આવી છે જેમાં સોનિયા ગાંધીના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે જો તમે સોનિયા ગાંધીને 2 સપ્ટેમ્બર 2013 અને 9 સપ્ટેમ્બર 2013 દરમિયાન અમેરિકામાં જોયા છે અને તમે અમેરિકી કોર્ટ જજ સમક્ષ સાક્ષી આપી છો તો તમને 'સિખ્સ ફોર જસ્ટીસ' દ્વારા 20,000 ડોલર (12 લાખ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે.

English summary
Stepping up the campaign against Congress president Sonia Gandhi in the pending 1984 anti-Sikh riots lawsuit before a U.S. court, New York based Sikh rights group Sikhs for Justice has announced a reward of $20k for information confirming her presence in the U.S between September 2 and 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X