ઇચ્છા હોય ત્યાં સુધી વિદેશી મજૂર કરી શકે છે: સિંગાપુર
સિંગાપુર, 18 ડિસેમ્બર: સિંગાપુરે ભારતીય સહિત મજૂરોને વિશ્વાસ અપાવ્યો છે કે જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી સિંગાપુરમાં કામ કરી શકે છે, તેમને તેમના દેશમાં રહેવા અને કામ કરવાની પરવાનગી મળશે. બસ તેમને કાયદો તોડવાનો રહેશે નહી.
'લિટિલ ઇન્ડિયા'માં રમખાણ બાદ સિંગાપુરના વિદેશ તથા કાનૂન મંત્રી કે. ષણમુગમે ગઇકાલે રાત્રે એક ડોરમિટરીમાં લગભગ 450 મજૂરો સાથે મુલાકાત કરી હતી અને તેમને વિશ્વાસ અપાવ્યો હતો. સિંગાપુરમાં મોટાભાગે મજૂર દક્ષિણ એશિયાના છે. તેમાં ભારતીય મજૂરોની સંખ્યા વધારે છે. આ આશ્વાસન 8 ડિસેમ્બરની રાતે થયેલા રમખાણોનો કથિત રીતે ભાગ લેવાના આરોપમાં 28 ભારતીય નાગરિકોને આરોપીત કર્યા બાદ આવ્યું. રમખાણની શરૂઆત બસ દુર્ખટનામાં એક ભારતીય મજૂરના મોત ફાટી નિકળ્યા હતા.
આ દરમિયાન સિંગાપુરે રમખાણમાં ભાગ લેનાર અને પોલીસ આદેશનું પાલન ન કરવાના મુદ્દે 52 ભારતીય નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકને સ્વદેશ પરત મોકવાને ગઇકાલે પ્રક્રિયા શરૂઆત કરી દિધે. તેમના પર સિંગાપુર પરત ફરવા પર પ્રતિબંધ લગાવી દિધો છે.

આ દરમિયાન પોલીસે 200 અન્ય દક્ષિણ એશિયાઇઓને ઔપચારિક પોલીસ ચેતાવણી આપી છે. તેમના પર રમખાણમાં 'અપેક્ષાકૃત અસક્રિય' ભૂમિકાનો આરોપ છે. તેમના વિરૂદ્ધ કોઇ વધારાની કાર્યવાહી નહી કરવામાં આવે અને તેમને સિંગાપુરમાં કામ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે.
ષણમુગમે કહ્યું હતું કે 'જેમની રમખાણોમાં કોઇ ભૂમિકા નથી તેમને પરેશાન થવાની કોઇ જરૂરિયાત નથી. તે અહીં કામ કરવા, પૈસા કમાવવા અને પરત ફરવા માટે આવ્યા છે. તેમને આમ કરવાની પરવાનગી આપવામાં આવશે.' તેમને જણાવ્યું હતું કે ગઇકાલે ધરપકડ કરવામાં આવેલા 53 દક્ષિણ એશિયાઇ મજૂરોને દેશ પરત ફરવા સંબંધી ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવાના બદલે વહિવટી કાર્યવાહી કરવામાં આવે.












Click it and Unblock the Notifications
