For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃત્યુ પહેલા કબરમાં ઊંઘે છે અહીંના લોકો, જાણો કારણ

મૃત્યુ પહેલા કબરમાં ઊંઘે છે અહીંના લોકો, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

સિયોલઃ આમ તો માણસને મૃત્યુ બાદ કબરમાં જ ઊંઘાડવામાં આવે છે પરંતુ દક્ષિણ કોરિયાના લોકો જીવતે જીવિત 10 મિનિટ માટે કબરમાં ઊંઘી રહ્યા ચે. જીવિત લોકોના આ અંતિમ સંસ્કારમાં અત્યાર સુધીમાં 25 હજાર લોકો ભાગ લઈ ચૂક્યા છે. આ સેવા અહીંના હ્યોવોમ હીલિંગ સેન્ટર વર્ષ 2012થી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય લોકોને મોતનો અનુભવ અપાવવો છે, જેથી તેઓ પોતાના વર્તમાન જીવનમાં સુધારો કરી શકે.

મૃત્યુ પહેલા ઊંઘે છે કબરમાં

મૃત્યુ પહેલા ઊંઘે છે કબરમાં

ડાઈંગ વેલ નામના આ કાર્યક્રમમાં ભાગ લેનાર 75 વર્ષના ચાઈ-હીનું કહેવું છે કે જ્યારે તમે એકવાર મોતનો અનુભવ કરી લો છો તો પછી તમે તમારા જીવન માટે નવો દ્રષ્ટિકોણ અપનાવો છો. આ કાર્યક્રમમાં ડઝનેક લોકો ભાગ લઈ રહ્યા છે. જેમાં ટીનેજરથી લઈ સેવાનિવૃત્ત લોકો સુધી સામેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત અંતિમ સંસ્કાર વાળાં તમામ કામ કરવામાં આવે છે અને અંતમાં ભાગ લેનાર શખ્સ 10 મિનિટ સુધી કબરમાં ઊંઘે છે.

કબરમાં ઊંઘવાથી શું સીખવા મળે?

કબરમાં ઊંઘવાથી શું સીખવા મળે?

કોલેજમાં ભણતા જિન-ક્યૂએ કહ્યું કે કબરમાં ઊંઘતાના ઘણો સમય પહેલા જ તેઓ આ વાત સીખી ગયા છે. અગાઉ તેઓ બાકી લોકોને માત્ર પોતાના પ્રતિયોગી માનતા હતા. 28 વર્ષના અન્ય એક શખ્સે કહ્યું કે તેમણે કબરમાં જઈને વિચાર્યું કે આનો શું ઉપાય છે. તેઓ કહે છે કે મોટાભાગના પ્રતિસ્પર્ધી નોકરી માર્કેટમાં જવાને બદલે ખુદનો વ્યાપાર શરૂ કરશે.

બેરોજગારી વધી રહી છે

બેરોજગારી વધી રહી છે

જણાવી દઈએ કે દક્ષિણ કોરિયા 40 દેશોની યાદીમાં આર્થિક સહયોગ અને વિકાસના શ્રેષ્ઠ જીવન સૂચકાંકના મામલે 33મા રેન્ક પર આવે છે. અહીંના મોટાભાગના યુવાએને નોકરી અને શિક્ષાને લઈ ઘણી અપેક્ષાઓ છે. પરંતુ દેશમાં બેરોજગારી વધી રહી છે. એસન મેડિકલ સેન્ટરના પેથોલોજી વિભાગમાં ડૉક્ટર યૂ-ઈયુન-સિલનું કહેવું છે કે, ઓછી ઉંમરમાં મૃત્યુ વિશે જાણવું અને તેના માટે તૈયાર થવું મહત્વપૂર્ણ છે. યૂએ મૃત્યુ પર પણ એક પુસ્તક લખ્યું છે.

લોકો જીવનનું મહત્વ સારી રીતે સમજી શકે છે

લોકો જીવનનું મહત્વ સારી રીતે સમજી શકે છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વર્ષ 2016માં દક્ષિણ કોરિયામાં આત્મહત્યાનો દર 20.2 પ્રતિ 100,000 નિવાસી હતો, જે વૈશ્વિક સરેરાશ 10.53થી લગભગ બેગણા હતો. પરંતુ કબરમાં ઊંઘવાના કાર્યક્રમથી લોકો પોતાના જીવની કિંમત સમજી પરિવાર અને મિત્રો સાથે ક્ષમા અને સામંજસ્ય સાથે આગળ વધશે. આનાથી લોકોનું મહત્વ પણ સારી રીતે સમજી શકાશે.

દુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધદુનિયાનું સૌથી અનોખું શહેર જ્યાં ગાડીઓ પર છે પ્રતિબંધ

English summary
South Korean people lie inside the coffins, here is why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X