For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં વધ્યુ રાજકીય સંકટ! પ્રધાનમંત્રીના દીકરા સહિત આખી કેબિનેટે આપ્યુ રાજીનામુ

ભારતના બે પડોશી દેશમાં હાલમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ ભારતના બે પડોશી દેશમાં હાલમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. એક તરફ પાકિસ્તાનમાં આવેલ રાજકીય સંકટનો અંત ત્યાં અસેમ્બલી ભંગ થવા સાથે થયો છે. જ્યારે શ્રીલંકામાં ઈમરજન્સી અને લૉકડાઉન વચ્ચે હવે નેતાઓના રાજીનામાનો દોર શરુ થઈ ગયો છે. વાસ્તવમાં, રવિવારે મોડી રાતે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેના દીકરા નમલ રાજપક્ષેએ પોતાના બધા પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. શ્રીલંકા સરકારમાં નમલ રાજપક્ષે રમતગમત અને યુવા બાબતોના મંત્રી હતા.

Sri lanka

આખી શ્રીલંકન કેબિનેટે આપ્યુ રાજીનામુ

આ ઉપરાંત માહિતી એ પણ છે કે આખી શ્રીલંકાની કેબિનેટે મોડી રાતે એક ગ્રુપ મીટિંગમાં પોતાનુ રાજીનામુ સોંપી દીધુ. નમલ રાજપક્ષેએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, 'તેમણે તત્કાલ પ્રભાવથી પોતાના બધા વિભાગોમાંથી પોતાનુ રાજીનામુ આપી દીધુ છે અને આની માહિતી સચિવ અને રાષ્ટ્રપતિને પણ આપી દીધી છે. આશા છે કે આ લોકો અને #LKAની સરકાર માટે સ્થિરતા સ્થાપિત કરવા માટે મહામહિમ અને પ્રધાનમંત્રીના નિર્ણયની સહાય કરી શકે છે. હું અને મારી પાર્ટી પોતાના મતદારો માટે પ્રતિબદ્ધ છે.'

પીએમના રાજીનામાને લઈને ખોટી માહિતી

તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં મહિંદા રાજપક્ષેને લઈને પણ ચર્ચા થઈ રહી છે અને એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેમણે રાજીનામુ આપી દીધુ છે. જો કે, પીએમઓ તરફથી આવી અટકળોને ફગાવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે મહિંદા રાજપક્ષેના રાજીનામાને લઈને આવી રહેલા સમાચારો સંપૂર્ણપણે ખોટા છે. વર્તમાનમાં પીએમની આવી કોઈ યોજના નથી કે તે રાજીનામુ આપે.

શ્રીલંકામાં લાગુ છે કર્ફ્યુ અને ઈમરજન્સી

તમને જણાવી દઈએ કે શ્રીલંકા વર્તમાન વિદેશી મુદ્રાની કમીનો સામનો કરી રહ્યુ છે જેના કારણે ભોજન, ઈંધણ, વિજળી અને ગેસની કમી થઈ ગઈ છે અને તેણે મિત્ર દેશો પાસે આર્થિક મદદ માંગી છે. આર્થિક સંકટને લઈને શ્રીલંકામાં ઈમરજન્સી અને લૉકડાઉન લાગેલુ છે. શ્રીલંકામાં સોમવાર સવાર સુધી કર્ફ્યુ લાગુ છે.

English summary
Sri lanka PM's son and entire cabinet resigned from all his portfolios
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X