For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની મોટી જીત, શ્રીલંકાએ ભારતીય માછીમારોને છોડ્યા

|
Google Oneindia Gujarati News

કોલંબો, 19 નવેમ્બર: નરેન્દ્ર મોદી સરકારને કૂટનીતિક મોર્ચા પર મોટી જીત મળી હોય તેવું લાગી રહ્યું છે. શ્રીલંકાએ તે પાંચ માછીમારોને છોડી દીધા છે, જેમને શ્રીલંકાની એક અદાલતે મોતની સજા ફટકારી હતી. પાંચેય માછીમારોને કોલંબોમાં ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. એમરસન, પી ઓગસ્ટન, આર વિલ્સન, કે પ્રસાદ અને જે લેંગલેટને 30 ઓક્ટોબરના રોજ સજા સંભળાવવામાં આવી હતી.

ટાઇમ્સ નાઉના અહેવાલ અનુસાર માછીમારોને મૂક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને ટૂંક સમયમાં માછીમારો ઘરે પરત ફરશે. જોકે, હજી સુધી એ જાણ નથી થઇ શકી કે શ્રીલંકાએ કઇ શરતો પર માછીમારોને મુક્ત કર્યા છે. શ્રીલંકન સરકારના એક મંત્રીએ હાલમાં જ માછીમારો સાથે જેલમાં મુલાકાત કરી હતી.

fishermen
શ્રીલંકામાં એક કોર્ટે પાંચ ભારતીયોને મોતની સજા સંભળાવી હતી. તમિલનાડુના રામેશ્વરમના રહેનારા આ માછીમારોને 2011માં નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં શ્રીલંકાઇ નૌકાદળે ધરપકડ કરી હતી.

આ મુદ્દા પર તમિલનાડુની પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર જબરદસ્ત દબાવ બનાવ્યું હતું. જોકે આનો શ્રેય સીધો નરેન્દ્ર મોદી સરકારને જઇ રહ્યો છે. હાલમાં નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પર છે તેઓ પોતાની દસ દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને ફિજીથી આજે સ્વદેશ આવવા રવાના થઇ ગયા છે. મોદી દ્વારા જે રીતે વિદેશનીતિ અપનાવવામાં આવી રહી છે, તેના સૌ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો કાયલ થઇ રહ્યા છે.

English summary
Victory for Modi govt: Sri Lanka releases 5 Indian fishermen on death row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X