For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં સિંજરની પહાડીઓ પર ફસાયેલા શરણાર્થીઓની મદદ માટે જશે શ્રી શ્રી રવિશંકર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 8 નવેમ્બર: આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર ઇરાકમાં શરણાર્થી છાવણીની મુલાકાત લેશે. આર્ટ ઓફ લિવિંગની સહયોગી સંસ્થા IAHV (International Association for Human Values) તથા એનજીઓએ 110 ટન ખાદ્ય સામગ્રી એકત્રિત કરી છે જે યહૂદી શરણાર્થી છાવણીઓ વહેંચવામાં આવશે. આર્ટૅ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પ્રેસનોટ રજૂ કરી જાણકારી આપવમાં આવી છે અત્યાર સુધી દોઢ ટન ખાદ્ય સામગ્રી હવાઇ માર્ગ દ્વારા સિંજરની પહાડીઓ સુધી પહોંચાડવામાં આવી છે.

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાનું કામ પ્રગતિ પર છે. જાણકારી અનુસાર શ્રી શ્રી રવિશંકર પોતે 19 તથા 20 નવેમ્બરના રોજ શરણાર્થી શિબિરોની મુલાકાત પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શ્રી રવિશંકરજીએ પૂર્વમાં યૂરોપ, અમેરિકા તથા ભારતની સરકારો પાસે યહૂદીઓને સહાયતા પૂરી પાડવા તથા રક્ષા કરવાની અપીલ કરી હતી. શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમેરિકાએ અમારી મદદ કરવાનો નિર્ણય લીધો છે અને બે હેલિકોપ્ટર આપ્યા છે, જેમાં અમે ખાદ્ય સામગ્રી સિંજિરની પહાડીઓ સુધી લઇ જઇ શક્યા.

હજુ સુધી અમારી પાસે ખૂબ ખાદ્ય સામગ્રી છે, જે અમારે સિંજિરની પહાડીઓ પર ફસાયેલા શરણાર્થીઓ સુધી પહોંચાડવાની છે. શ્રી શ્રી રવિશંકર 19 અને 20 નવેમ્બરના રોજ તે શરણાર્થી છાવણીઓને મુલાકાત લેશે તથા કુર્દિસ્તાનની રાજધાની ઇર્બિલમાં 20 નવેમ્બરના રોજ IAHV એક ગોષ્ઠી 'પ્રોટેક્ટિંગ વૂમેન એંડ બ્રિગિંગ સ્ટેબિલિટી એંડ પીસ'માં પણ લેશે. ઇર્બિલ ડિહૉક તથા ખાજીરના શરણાર્થી શિબિરોમાં હજારોની સંખ્યામાં ક્રિશ્વિયન, યહૂદી તથા કુર્દિસ શિયા સમુદાયના લોકો જીર્ણ-શીર્ણ પરિસ્થિતી છે.

sri sri ravi shankar

આર્ટ ઓફ લિવિંગ અને ઇરાક
આર્ટ ઓફ લિવિંગે ઇરાકમાં શાંતિ અને અહિંસાનો સંદેશો ફેલાવવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 2003થી આર્ટ ઓફ લિવિંગે ઇરાકમાં આઘાતથી પીડિત લોકોને રાહત અપાવવાની પહેલ કરી ત્યારથી આર્ટ ઓફ લિવિંગ અને સુદર્શન ક્રિયા તથા શ્વાસ લેવાની ટેક્નિકથી 10,000 ઇરાકી લોકોને તણાવથી મુક્તિ મળી. આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર આ શૃંખલામાં 21 મેથી 24 મે, 2007ના રોજ શાંતિ અને અહિંસાનો સંદેશ લઇને ઇરાકના પ્રવાસ પર ગયા અને શ્રી શ્રીના પ્રયત્નોના લીધે પ્રથમ વખત ભારતના એક આદ્યાત્મિક ગુરૂને ઇરાકના વડાપ્રધાન નૂરી અલ મલિકીને આધિકારીક રીતે આમંત્રણ આપ્યું.

English summary
The International Association for Human Values, a sister concern of The Art of living along with few NGO’s in Iraq have collected 110 tonnes of food supplies to be delivered to Yazidi refugees on Sinjar mountains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X