• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 વર્ષની ઉંમરમાં શરૂ કર્યું સેવિંગ, 5 વર્ષ બાદ ખરીદી લીધું 3.70 કરોડનું ઘર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 05 ઓકટોબર : દુનિયામાં દરેક વ્યક્તિ એક મોટું બેંક બેલેન્સ ઇચ્છે છે, સાથે સાથે પોતાનું ઘર અને સંપત્તિ ઇચ્છે છે. આ બધુ મેળવવા લોકો બચત કરે છે, પરંતું વર્તમાનના ખર્ચને કારણે બચત ઓછી થાય છે, જેથી આ બધુ મેળવું શક્ય નથી થયું. હવે રોકાણ માટે ઘણા નવા રસ્તા ખૂલ્યા છે.

આજે અમે તમને સ્માર્ટ ઇન્વેસ્ટર્સ વિશે જણાવી રહ્યા છીએ કે જેણે નાની ઉંમરમાં રોકાણ શરૂ કરીને સારુ એવું રિટર્ન મેળવ્યું છે. લંડનની 18 વર્ષીય છોકરીએ 400000 યુરો (3.70 કરોડ)નો ફ્લેટ ખરીદ્યો હતો.

આ છોકરીનું નામ વેલેટીના હેડોમ છે, જેણે માત્ર 13 વર્ષની ઉંમરમાં બચત કરવાનું શરૂ કર્યું હતું. જેણે 5 વર્ષમાં પોતાનું ઘર ખરીદી લીધું હતું. જે ઉંમરમાં લોકો કરિયર વિશે વિચારવાનું શરૂ કરે છે, તે ઉંમરમાં આ છોકરીએ પોતાના ઘરનું સપનું પૂરુ કરી લીધું છે.

13 વર્ષની ઉંમરે શરૂ કરી બચત

13 વર્ષની ઉંમરે શરૂ કરી બચત

18 વર્ષની છોકરીએ 5 વર્ષ પહેલા એટલે કે 13 વર્ષની ઉંમરમાં બચત કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આજે તેણે 3.70 કરોડનું ઘર ખરીદ્યું છે, ત્યારે તેની પાછળ વેલેન્ટિનાએ એક શાનદાર પ્લાનિંગ કર્યું હતું.

મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ, વેલેન્ટિનાએ 13 વર્ષની ઉંમરથી જ કપડાં અને મેકઅપ પર તેના પૈસા ખર્ચવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં વેલેન્ટિનાએ 13 વર્ષની ઉંમરે લંડનમાં રહીને કમાવાનું શરૂ કર્યું હતું.

વેલેન્ટિના હેડોમે રોમાન્સ અને એક્શન કોમિક્સ ઓનલાઈન લખીને શરૂઆત કરી હતી, જેમાંથી તેણે પૈસા બચાવ્યા હતા.

અભ્યાસ સાથે કર્યું આ કામ

અભ્યાસ સાથે કર્યું આ કામ

આ પછી 16 વર્ષની ઉંમરમાં તેણે શાળામાં અભ્યાસ કરવાની સાથે, પાર્ટ ટાઈમ જોબ પણ કરવાનું શરૂ કર્યું હતું. વેલેન્ટિનાએ મેકડોનાલ્ડ્સમાં પાર્ટ-ટાઇમ કામ કર્યું અને બાદમાં પ્રાઈમાર્કમાં નોકરી બદલી હતી.

શાળાની સાથે સાથે તે આ કામ પણ સારી રીતે મેનેજ કરતી હતી. રિપોર્ટ અનુસાર, તે કોમિક્સમાંથી આવક મેળવતી હતી અને પાર્ટ ટાઈમ જોબમાંથી પણ પૈસા મેળવતી હતી.

વેલેન્ટિના હેડોમે જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું, મારું પોતાનું ઘર બનાવવા માટે સક્ષમ બનવું અને એ પણ ખૂબ જ યુવાન વયે એજ મારું સ્વપ્ન હતું.

વેલેન્ટિના હેડોમે વધુમાં જણાવ્યું હતું કે, મેં ઇન્સાનીટી નામની કોમિકથી કમાણી શરૂ કરી હતી. આ પૈસા મે મારી માતાને મારા માટે સાચવવા મોકલ્યા હતા. આ સમયે અકાઉન્ટ ખોલવા માટે હું ખૂબ જ નાની હતી. મેં હાસ્યલેખનમાંથી લગભગ 5,000 યુરો (આશરે રૂપિયા 4 લાખ 63 હજાર) બચાવ્યા હતા. મને રજાઓ દરમિયાન કામ કરવું મુશ્કેલ ન લાગ્યું.

ખરીદ્યુ 3.70 કરોડનું મકાન, જાણો કેવી રીતે?

ખરીદ્યુ 3.70 કરોડનું મકાન, જાણો કેવી રીતે?

વેલેન્ટિનાએ વધુમાં જણાવ્યું હતું કે, મે ડોમિનોઝ જેવી વિવિધ ટેક અને ફૂડ કંપનીઓમાં રોકાણ કરીને પોતાની બચત વધારવાનું કામ કર્યું હતું.

આ સાથે સાથે તેણીએ ખુલાસો કર્યો કે, તે પહેલા ડેન્ટિસ્ટ બનવા માંગતી હતી, પરંતુ પછીથી તેણે પોતાનો વ્યવસાયનો વિચાર બદલી નાંખ્યો હતો, જેથી તે આ બધું કરી શકે.

વેલેન્ટિનાના કહેવા પ્રમાણે, તેના માતા-પિતાએ પણ તેને મદદ કરી અને બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કર્યું છે.

ગયા વર્ષે તેણે તેના ઘર માટે 22,000 યુરો (અંદાજે રૂપિયા 20 લાખ) જમા કરાવ્યા અને પાંચ વર્ષના નિશ્ચિત દરે લોન મેળવી હતી.

વેલેન્ટિનાએ ખરીદ્યો બે બેડરૂમનો ફ્લેટ

વેલેન્ટિનાએ ખરીદ્યો બે બેડરૂમનો ફ્લેટ

આ વર્ષે જાન્યુઆરીમાં સાઉથ ઈસ્ટ લંડનના એબી વુડમાં બે બેડરૂમનો ફ્લેટ ખરીદવા માટે સરકારની 'હેલ્પ ટુ બાય સ્કીમ'નો ઉપયોગ કર્યો હતો.

આ સ્કીમ દ્વારા પાંચ વર્ષ માટે વ્યાજમુક્ત તમે તમારી મિલકતના મૂલ્યના 20 ટકા સુધી અથવા જો તમે લંડનમાં રહેતા હોવ તો 40 ટકા સુધી મેળવી શકો છો.

વેલેન્ટિનાએ જણાવ્યું હતું કે, આ મારી માતાનો વિચાર હતો, જેણે શરૂઆતમાં મને યોગ્ય વસ્તુઓમાં બચત કરવામાં અને રોકાણ કરવામાં મદદ કરી હતી.

વેલેન્ટિનાના જણાવ્યા પ્રમાણે જ્યારે મને ફ્લેટ મળ્યો, ત્યારે તેઓ બંને ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને તેઓ મને ઉજવણી કરવા માટે ડિનર માટે બહાર લઈ ગયા હતા, જે ખૂબ જ સરસ હતું.

English summary
Started saving at the age of 13, bought a house worth 3.70 crores after 5 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X